<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

બેડી ચોકડી પાસે રૂ.પ૭ હજારના દારૂ ભરેલી કાર સાથે નઇમ પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એસ. ગરચર તથા ટીમનો દરોડો

રાજકોટ તા.૨૫: મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂ. ૫૭ હજારના દારૂ ભરેલી કાર સાથે મેટોડા ગામના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના બેડી ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ.એ.એસ. ગરચર તથા એ એસઆઇ. અનીલભાઇ  સોનારા, કોન્સ હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા સહિતે દરોડો પાડી બેડી ચોકડી નજીકથી ઇકો કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૫૭.૬૦૦ની કિંમતની વિદેશી દારૂની ૪૮ બોટલ મળી આવતા ચાલક નઇમ ઇકબાલભાઇ જતમલેક (ઉ.વ.૨૫) (રહે. મેટોડાના અંજલી પાર્ક વ્રજવીલા એપાર્ટમેન્ટ) ને પકડી લઇ દારૂ તથા કારમળી રૂ. ૨.૬૫  લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

(3:43 PM IST)