તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ફુડ શાખા ક્રિસ્ટલ મોલમાં ત્રાટકી : ૪ નમુના લેવાયા
મનપા દ્વારા ઓમનગર વિસ્તારના ર૧ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગઃ ૯ને લાઇસન્સ અંગે સૂચના : રેબલ ફુડ પ્રા.લી. માંથી સોસ, આલુ વ્રેપ, ચીઝ ડ્રેસીંગ તથા પેરી પેરી સ્પ્રીન્કલટના સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલાયા

રાજકોટ, તા. રપઃ શહેરના લોકોનું સ્વાસ્થ્ય ટનાટન રાખવા મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમા ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે.
મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ઓમનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીમાં ખોડિયાર સ્વીટ માર્ટ, ઝલક ફાસ્ટ ફૂડ, મારુતિ ઘૂઘરા, જય ખોડિયાર ઘૂઘરા, ક્રિષ્ના મારવાડી પાણીપૂરી, જય અંબે લાઈવ વેફર્સ, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, મિતલ ડેરી ફાર્મ તથા ગાંધી સોડા શોપ ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
૦૪ નમૂના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ જેમાં CHIPOTLE SLOW SAUCE (PREPARED- LOOSE), SPICY INDIE CHATPATA ALOO WRAP (PREPARED), ચીઝ ડ્રેસીંગ (૧ કિલો પેકેટ) તથા પેરી પેરી સ્પ્રીન્કલટ (સીઝનીંગ) (૫૦૦ ગ્રામ પેકેટ) REBEL FOODS PVT. LTD, ગ્રા.ફલોર, ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.(૬.૧ર)
(3:05 PM IST)










