<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

રૂપાણી પરિવાર સાથે આત્‍મીય મુલાકાત : રાજુભાઇ ધ્રુવ

રાજકોટમાં સંગઠન શકિત અને પારિવારીક સંવેદનાનું અનોખું મિલન : SIR ની મહત્‍વની બેઠક પૂર્વે ભાજપ શીર્ષ નેતૃત્‍વની : સૌરાષ્‍ટ્ર ઝોનની સંગઠનની SIR ને લઇને મહત્‍વની બેઠક માટે રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષજી અને પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઇ પંચાલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્‍નાકરજી ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીલક્ષી રણનીતિના ભાગરૂપે ‘સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન' (SIR) અંગેની કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષજી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ પંચાલ (વિશ્વકર્મા) અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્‍નાકરજી ઉપસ્‍થિત રહ્યા હતા. સૌરાષ્‍ટ્ર ઝોનની સંગઠનની આ મહત્‍વની બેઠક અંગે વિગતો આપતા સૌરાષ્‍ટ્ર ભાજપ પ્રવકતા રાજેભાઇ ધ્રુવના જણાવ્‍યા અનુસાર, આ બેઠકમાં પક્ષની સૂચના મુજબ કુલ ૧૬૯ જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ૧પ જેટલા મહાનગર અને જિલ્લાના પ્રમુખો, તેમજ ધારાસભ્‍યો, સંસદ સભ્‍યો તથા SIR ની જવાબદારી સંભાળતા અપેક્ષિત અગ્રણીઓનો સમાવેશ થાય છે.

આ બેઠકનો મુખ્‍ય એજન્‍ડા SIR સંબધિત કામગીરીને વધુ મજબૂત કરવાનો છે. જે મતદાર યાદીના સઘન સુધારણા કાર્યક્રમનો જ એક ભાગ છે. સાથે જ સંગઠનને SIR ની કામગીરીમાં વધુ સુદ્રઢ કરવા અને બેઠકમાં ઉપસ્‍થિત અપેક્ષિતોને આગામી સમયમાં પક્ષીય કાર્યો માટે વધુ વેગવાન કરવા ઉપર ભાર દેવામાં આવ્‍યો છે. સંગઠનની આ બેઠકમાં ચર્ચા અને રાષ્‍ટ્રીય મહામંત્રી, પ્રદેશ અધ્‍યક્ષ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી દ્વારા માર્ગદર્શન પૂラરું પાડવામાં આવ્‍યું હતું.

જોકે, સંગઠનની આ બેઠક શરૂ થાય તે પહેલાં એક લાગણીસભર દ્રશ્‍ય જોવા મળ્‍યું હતું. સમગ્ર ભાજપ પરિવાર પૂર્વ મુખ્‍યમંત્રી અને પક્ષના મોભી સ્‍વ. વિજયભાઇ રૂપાણીના અકાળે નિધનથી હજુ પણ આઘાત અને શોકમાં છે. ત્‍યારે રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી અને પ્રદેશ અધ્‍યક્ષ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી સહિતના ટોચના નેતાઓ સ્‍વ. વિજયભાઇના પરિવારને મળ્‍યા હતા. આ અંગે રાજુ ધ્રુવે જણાવ્‍યું હતું કે, ભાજપના સંગઠનાત્‍મક કાર્યક્રમોમાં પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણીની ગેરહાજરી સ્‍પષ્‍ટપણે અને દુઃખદાયક રીતે અનુભવાઇ રહી છે. આ સંવેદનશીલતાને ધ્‍યાનમાં રાખીને, રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષજી,  પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઇ પંચાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્‍નાકરજીએ સ્‍વ. વિજયભાઇ રૂપાણીના પત્‍ની શ્રીમતી અંજલીબેન રૂપાણીના નિવાસસ્‍થાને પહોંચી, પારિવારિક ઉંડી આત્‍મીયતા સાથે તેમને સાંત્‍વના પાઠવી હતી. પ્રવકતાએ સ્‍પષ્‍ટતા કરી હતી કે આ મુલાકાત માત્ર શ્રદ્ધાંજલિ પાઠવવા, દુઃખ અને શોકના સંજોગોમાં સધિયારો આપવા અને પારિવારિક લાગણી વ્‍યકત કરવાના ઉદ્‌ેશ્‍યથી જ હતી અને આ દરમિયાન અન્‍ય કોઇ પણ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં આવી ન હતી.

આ સંદર્ભે રાજુભાઇ ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી પોતાના દરેક કાર્યકર્તા અને આગેવાનને પરિવારનો જ એક ભાગ ગણે છે. એટલે જ જયારે સંગઠનની કે અન્‍ય બેઠકો યોજાય ત્‍યારે તે વિસ્‍તાર કે શહેરમાં વસતા દરેક કાર્યર્તાઓની તકલીફ અને દુઃખભર્યા સંજોગોમાં પક્ષ તેમને સાંત્‍વના અને હૂંફ આપી સધિયારો આપે છે અને તેમના ઉપર આવી પડેલ તકલીફ કે દુઃખની વેળાએ સમગ્ર ભાજપ પરિવાર તેમની સાથે અડીખમ ઉભો રહે છે. વિજયભાઇ રૂપાણીનો પરિવાર, શ્રીમતી અંજલીબેન રૂપાણી અને ઋષભભાઇ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે તેમજ ભાજપ પરિવારનો જ એક અતૂટ ભાગ છે. સૌરાષ્‍ટ્રભરમાંથી આવેલા અપેક્ષિત ભાજપ અગ્રણીઓ, સાંસદસભ્‍યો, ધારાસભ્‍યો અને જિલ્લા તેમજ શહેર પ્રમુખો સાથે મહત્‍વની બેઠક યોજી સંગઠનને કામગીરીમાં વધુ મજબુત કરવા પ્રદેશ અને કેન્‍દ્રિય અગ્રણીઓએ ખાસ ભાર આપ્‍યો હતો. તેમ રાજુભાઇ ધ્રુવે પત્રકાર મિત્રોને જણાવ્‍યું હતું. 

(2:45 PM IST)