તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
કલાપ્રેમીઓ માટે એક અનોખો કાર્યક્રમ ‘વારસો': હેમુ ગઢવીના ગીતો ગુંજશે
બિહારીભાઈ ગઢવી, ઉન્નતી જાની અને નામદેવ પંડયા લોકગીતો પીરસશેઃ શુક્રવારે હેમુગઢવી હોલ ખાતે નિઃશુલ્ક કાર્યક્રમ

તસ્વીરમાં બિહારીભાઈ ગઢવી અને ઉન્નતી જાની નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટઃ આગામી ૨૮મીના હેમુ ગઢવીના ગીતોનો મસ્તમજાનો કાર્યક્રમ યોજાએલ છે. રાજકોટની કલાપ્રેમી જનતા માટે એક અનોખો કાર્યક્રમ ‘‘વારસો'' કલા અને સંસ્કૃતિને અહીંથી આપણી વચ્ચેથી વિસરાતી જતી લોક બોલી લોકવાર્તા અને સાહિત્ય સંગીતને ફરી મર્મજ્ઞ રીતે રજૂ કરવાના પ્રકલ્પ સાથે જાણીતા લોક ગાયક અને આપણુ ગૌરવંતુ ઘરેણુ હેમુ ગઢવીના દિકરા બિહારીભાઇ ગઢવી સાથે ઉન્નતિ જાની અને નાની ઉંમરમાં લોકવાર્તા અને સંસ્કૃતિ પ્રત્યે અપાર સ્નેહ દાખવી વાર્તા અને વારસો પીરસનાર નામદેવ પંડયા આ ત્રણ કલાકારો આપણને મંત્રમુગ્ધ કરશે.
એની વાર્તાના સંવેદનથી, તેમના સ્વરોના ભાવથી તો આવો માણીએ આ અદભૂત નજારો ગુજરાત રાજ્ય સંગીત નાટય એકેડમીના આર્થિક સહયોગથી યોજાઈ રહ્યો છે. પ્રવેશ વિનામૂલ્યે છે અને આપેલ ક્યુઆર પર રજીસ્ટ્રેશન કરવું આવશ્યક વ્યવસ્થાના ભાગરૂપે છે.
તા.૨૮ શુક્રવારે રાત્રે ૯:૩૦ વાગ્યાથી હેમુ ગઢવી મેઈન હોલ, ટાગોર રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ વજુભાઈ વાળા (ભૂતપૂર્વ ગર્વનર), પરસોત્તમભાઈ રૂપાલા (પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ), રામભાઈ મોકરીયા (સાંસદ), ડો.દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), રમેશાઈ ટીલાળા (ધારાસય), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), ડો.ભરતભાઈ બોઘરા (ઉપાધ્યક્ષ), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર), ધર્મેન્દ્રસિંહ જાડેજા (ડે.મેયર), જયમીનભાઈ ઠાકર (સ્ટે.ચેરમેન), માધવભાઈ દવે (ભાજપ પ્રમુખ), હિતેષભાઈ દિહોરા (રમત-ગમત અધિકારી), કમલ નયનભાઈ સોજીત્રા (ફાલ્કન પંપ), નિલેશભાઈ ઉકાણી (બાનલેબ), જગદીશભાભઈ પટેલ, ભરતભાઈ (કીચ ઈન્ડસ્ટ્રીઝ), ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ), નિલૌકભાઈ પરમાર, ડો.રિતેષ ભટ્ટ, કિન્નરભાઈ બારોટ (કસુંબો ફેઈમ) ઉપસ્થિત રહેશે.
(2:44 PM IST)










