<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

રાજકોટના ભરતભાઇએ બામણબોર પાસે ટ્રકની કેબીનમાં ઝેર પી આપઘાત

આજીડેમ ચોકડી પાસે રાધેકૃષ્‍ણ સોસાયટીમાં રહેતાં ઝીંઝુવાડીયા પરિવારમાં ગમગીની : મોટા ભાઇને ફોન કરી કહ્યું-મેં દવા પી લીધી છે, સગા-સ્‍વજનો ટોરસ ગાડીની જીપીએસ સિસ્‍ટમને આધારે લોકેશન શોધવા પહોંચ્‍યા અને સારવાર માટે ખસેડયા પણ જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૨૫: શહેરની આજીડેમ ચોકડી નજીક કિશાન ગોૈશાળા પાસે રાધેકૃષ્‍ણ સોસાયટીમાં રહેતાં  ટ્રકચાલક યુવાન ભરતભાઇ વિનુભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૩૩)એ બામણબોર ગામના ઢાળીયા પાસે પોતાના ટોરસ ટ્રકની કેબીનમાં ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

સાંજે ભરતભાઇએ પોતાના મોટા ભાઇ લવજીભાઇ વિનુભાઇ ઝીંઝુવાડીયાને ફોન કરી કહ્યું હતું કે મેં ઝેરી દવા પી લીધી છે. આટલુ કહી ફોન કાપી નાંખ્‍યો હતો.

આ વાત સાંભળી ગભરાઇ ગયેલા વિનુભાઇએ વળતો કોલ કર્યો હતો પરંતુ કોન્‍ટેકટ થઇ શક્‍યો નહોતો.

ભરતભાઇને શોધવા પરિવારજનોએ તેની ટોરસ ગાડીની જીપીએસ સિસ્‍ટમનો ઉપયોગ કર્યો હતો અને શોધતા શોધતા બામણબોર સુધી પહોંચ્‍યા હતાં. ત્‍યારે ભરતભાઇ ટ્રકમાંથી બેભાન મળતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

આપઘાત કરનાર ભરતભાઇ પાંચ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે.

પોતે ટ્રક હંકારી ગુજરાન ચલાવતાં હતાં. આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ એરપોર્ટ પોલીસે તપાસ યથાવત રાખી છે. આધારસ્‍તંભ યુવાનના મૃત્‍યુથી ઝીંઝુવાડીયા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે

 

(2:31 PM IST)