<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

થોરાળામાં માતાએ દૂધ પાઇ સુવડાવ્‍યા બાદ ૩૨ દિવસનો પુત્ર જાગ્‍યો જ નહિ!

બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયો પણ મોત થયું: પ્રથમ સંતાનના મોતથી દંપતિ શોકમાં ગરક

રાજકોટ તા. ૨૫: શહેરના નવા થોરાળા ખીજડા રોડ પર રહેતાં કિશનભાઇ રમેશભાઇ સોલંકી અને નિલમબેન કિશનભાઇ સોલંકીનો પુત્ર યાંશ (ઉ. ૩૨ દિવસ) સવારે બેભાન જેવો થઇ જતાં અને હલન ચલન કરતો બંધ થઇ જતાં ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં દંપતિ શોકમાં ગરક થઇગયું હતું અને પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ મારફત થતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. યાંશ કિશનભાઇ અને નિલમબેનનું પહેલુ જ સંતાન હતો. રાતે બારેક વાગ્‍યે માતાએ યાંશને દુધ પીવડાવી સુવડાવ્‍યો હતો. સવારે પાંચેક વાગ્‍યે ફરી ધાવણ આપવા જગાડતાં તે હલનચલન કરતો ન હોઇ સારવાર માટે ખસેડયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. શ્વાસનળીમાં દૂધ જવાથી શ્વાસ રૂંધાઇ જવાથી મૃત્‍યુ થયાની શક્‍યતા તબિબે દર્શાવી હતી.

(2:29 PM IST)