<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

લાફીંગ કલબ ગ્રુપ દ્વારા એક દિવસની તીર્થયાત્રા

રાજકોટ : તાજેતરમાં રાજકોટ શહેરની ૧૪ લાફીંગ કલબના સંગઠન ‘લાફીંગ કલબ ગ્રુપ' દ્વારા વન-ડે તીથયાત્રાનું આયોજન કરવામાં આવેલ. બે બસ સાથેની આ યાત્રા જેપુર-મોરબી પાસેના ત્રિદેવ મંદિર ત્‍યાંથી વવાણીયા શ્રીમદ્દ રાજચંદ્ર જન્‍મ સ્‍થળ, રામબાઇમાં મદિર, ટંકારા દયાનંદ મહર્ષિ મંદિર અને આશ્રમ, લજાઇના ઉમીયા માનવ સેવા ટ્રસ્‍ટ સંચાલિત વૃધ્‍ધાશ્રમની મુલાકાત લીધી હતી. માનવ મંદિરના ટ્રસ્‍ટીઓ દ્વારા તમામ યાત્રીઓને લાલ ખેસ ઓઢાડીને અભિવાદન કરવામાં આવેલ. લાફીંગ કલબના મહામંત્રી અશ્વિનભાઇ પટેલ, સેરેનીટી ગાર્ડન કલબવતી ટ્રસ્‍ટી પોપટભાઇ કગથરા (પ્રેસીડેન્‍ટ), વાઇસ પ્રેસીડેન્‍ટ ગોપાલભાઇ ચારોલા, સેક્રેટરી છગનભાઇ કાલોલા, ઠાકરશીભાઇ કાલોલાનું કેસરી ખેસ પહેરાવી અભિવાદન કરાયુ હતુ. આ યાત્રા અહીંથી આગળ વધી સિંધાવદર ધ્‍યાન કેન્‍દ્ર અને ગૌશાળાની મુલાકાતે લઇ સુખરૂપ સમાપન કરાયુ હતુ. યાત્રા દરમિયાન ચા-નાસ્‍તો, ભોજનની સુંદર વ્‍યવસ્‍થા કરાઇ હતી. જેમાં સંસ્‍થાના ચેરમેન જયંતિભાઇ માંડલીયા અને ઉપપ્રમુખ પ્રવિણભાઇ ભુવાનો મહત્‍વનો ફાળો રહેલ. સેનેટરી ગાર્ડન લાફીંગ કલબના મંત્રી અને સંસ્‍થાના મહામંત્રી અશ્વિનભાઇ પટેલ, મોઢ વણિક મહિલા સત્‍સંગ પ્રમુખ ગીતાબેન એ. પટેલ, રેસકોર્ષ લાફીંગ કલબના મહિલા કમીટી મેમ્‍બર ધીરજબેન વાઢેર, ભાનુબેન રાજયગુરૂએ સંસ્‍થાના ચેરમેન જયંતિભાઇ માંડલીયાનું અને સંસ્‍થાના ઉપપ્રમુખ પ્રવિણભાઇ ભુવાનું, સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબના ઉપપ્રમુખ ભાવિન્‍દ્રભાઇ ચાંગેલા, શ્રીમતી દિનાબેન ચાંગેલા, દિપકભાઇ રાણીંગા, શ્રીમતી મંજુલાબેન રાણીંગાએ આ બન્નેને સારી તીર્થયાત્રા કરાવવા બદલ ખેસ અને શાલ ઓઢાડી સન્‍માન સહ અભિવાદન કરેલ. સર્વે યાત્રીઓએ પોતાનો રાજીપો વ્‍યકત કર્યો હતો. સમગ્ર યાત્રાને યશસ્‍વી બનાવવા સંસ્‍થાના ચેરમેન જયંતિભાઇ માંડલીયા, પ્રમુખ રમેશભાઇ અનડકટ, ઉપપ્રમુખ પ્રવિણભાઇ ભુવા, શ્રીમતી રેણુકાબેન રાવલ, મહામંત્રી અશ્વિનભાઇ પટેલ, વિનોદભાઇ મકવાણાએ સેવા આપેલ. ફોટોગ્રાફી સેવા ચંદ્રકાંતભાઇ બાવલીયાએ કરેલ. પ્રચાર પ્રસાર સેવા અશ્વિનભાઇ પટેલે પુરી પાડેલ

(2:29 PM IST)