News of Tuesday, 25th November 2025
યોગ પરિવાર દ્વારા સ્નેહમીલન

રાજકોટ : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રમત-ગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ વિભાગ હેઠળ ૧૨૦૦ યોગ કોચ , ૧,૫૩,૦૦૦ ટ્રેનર્સ અને ૫૦૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ શિબીર કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયું છે. રાજકોટના આંગણે યોગ પરિવાર દ્વારા યોગ સંવાદ તથા સ્નેહ-મિલન કાર્યક્રમમાં યોગ બોર્ડના ચેરમેન શીશુપાલજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર પ્રમુખ માધવભાઇ દવે અને શિક્ષણ સમિતીના ચેરમેન વિક્રમભાઈ પુજારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઝોન કોર્ડીનેટર વંદનાબેન રાજાણી, જીલ્લા કોર્ડીનેટર હિતેષભાઈ કાચા, મહાનગરના કોર્ડીનેટર ગીતાબેન સોજીત્રા, નીતાબેન તેરૈયા, જીજ્ઞાબેન પરમાર, દર્શનાબેન આહ્યા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(2:10 PM IST)










