તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
આજે સ્વદેશી જાગરણ મંચ સ્થાપના દિવસ
‘વોકલ ફોર લોકલ' અને ‘સ્વદેશી ભારત'ના સંદેશને વધુ ઉજાગર કરીએ

ભારતના આર્થિક સ્વાવલંબન, સ્વભિમાન અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય સંસ્થા સ્વદેશી જાગરણ મંચ આજે સ્થાપના દિવસની ઉજવણી કરી રહેલ છે. ૨૨ નવેમ્બર ૧૯૯૧ના રોજ પ્રખ્યાત રાષ્ટ્રચિંતક અને શ્રમ નેતા શ્રી દત્તોપંત ઠેંગડીની દ્રષ્ટિ અને વિચારોથી આ મંચની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપક દત્તોપંત ઠેંગડીનું દ્રષ્ટિવિજન આ હતું. દત્તોપંત ઠેંગડીનું માનવું હતું ‘રાષ્ટ્રીય ગૌરવનું મૂળ આર્થિક સ્વતંત્રતામાં જ છે'. સ્થાનિક ઉદ્યોગો, પરંપરાગત કૌશલ્ય અને સ્વદેશી ઉત્પાદનને વેગ આપીને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવાનું તેમનું આજીવન ધ્યેય રહ્યું.
સ્વદેશી જાગરણ મંચના મુખ્ય ઉદ્દેશો જોઇએ તો ૧.સ્વદેશી ઉત્પાદનોનો પ્રચાર-પ્રસાર ૨. વિદેશી ઉત્પાદનો ઉપરની અનાવશ્યક નિર્ભરતા ઘટાડવી. ૩.સ્થાનિક હસ્તકલા, એમએસએમઇ અને ગ્રામ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન ૪.યુવાનોમાં રાષ્ટ્રીય અર્થજાગળતિ અને આત્મનિર્ભરતાનો સંદેશ ૫. આયાતની તુલનાએ સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા આપવા માટે જાગળતિ લાવવી.
આજના યુગમાં ‘વોકલ ફોર લોકલ' માત્ર એક સૂત્ર નથી, પરંતુ રાષ્ટ્રીય અર્થતંત્રને મજબૂત બનાવવાનો માર્ગ બની ચુકયો છે. સરકાર દ્વારા પ્રેરિત ‘આત્મનિર્ભર ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા' જેવી પહેલો સ્વદેશી જાગરણ મંચના ઊંડા વિચારોને હવે રાષ્ટ્રવ્યાપી ગતિ આપી રહી છે. ‘વોકલ ટુ લોકલ'થી સ્થાનિક ઉત્પાદકોને બજાર મળે છે. એમએસએમઇ સેક્ટર મજબૂત બને છે. દેશનું મૂડતંચળું (ફોરેન એકસચેન્જ) બચી રહે છૈ. સ્વદેશી વસ્તુઓથી રોજગારની તકો વધે છે. ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા લાયક બને છે. સ્વદેશી જાગરણ મંચ વર્ષોથી જે સંદેશ આપી રહ્યો હતો, આજે તે જ સંદેશ ‘વોકલ ફોર લોકલ' સ્વરૂપે સમગ્ર રાષ્ટ્રનો આંદોલન બની ગયો છે.
સ્થાપનાથી આજ સુધી મંચે લાખો લોકોને સ્વદેશી વલણ તરફ પ્રેરિત કર્યા છે. વિવિધ સેમિનાર, વેપારી મંડળો સાથેના સંવાદ, વિદ્યાર્થીઓમાં જાગળતિ અભિયાન અને સ્થાનિક ઉત્પાદન પ્રદર્શનોથી સમાજમાં રાષ્ટ્રીય ચેતના નિર્માણ થયું છે.
૨૨ નવેમ્બરનો દિવસ આપણે સૌને ફરી યાદ અપાવે છે ‘સ્વદેશી અપનાવવું એ રાષ્ટ્રને આર્થિક રીતે સશક્ત બનાવવાનો સચોટ માર્ગ છે. રાષ્ટ્રીય સુરક્ષા, ગૌરવ અને સમળદ્ધિને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આજે દેશભરના કાર્યકરો અને નાગરિકો ‘વોકલ ફોર લોકલ' અને ‘સ્વદેશી ભારત'ના સંદેશને વધુ ઉર્જાથી આગળ ધપાવવાનો સંકલ્પ કરી રહ્યા છે.
- ડો.વનિતા રાઠોડ
સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત મહિલા પ્રચાર પ્રસાર પ્રમુખ,
આચાર્ય પીએમશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩ રાજકોટ
(3:18 PM IST)










