<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

રાષ્‍ટ્રીયકૃત બેંકોનો વણથંભ્‍યો વિકાસ, ૩ માસમાં રૂ.૪૯૪પપ કરોડ જંગી નફો : પ્રદીપ ખીમાણી

સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના ડીરેકટર અકિલાની મુલાકાતે : ખર્ચમાં કાપ અને ધિરાણની પધ્‍ધતિમાં ફેરફારથી મીઠા ફળ મળ્‍યા

સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના ડીરેકટર શ્રી પ્રદીપ ખીમાણીએ અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ  અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્‍વીર. 

રાજકોટ, તા., ૨૨ : ભારતની ૧ર રાષ્‍ટ્રીયકૃત બેંકોના નફામાં ઉતરોતર વધારો થઇ રહયો છે. ચાલુ વર્ષના જુલાઇથી સપ્‍ટેમ્‍બર ર૦રપ સુધીમાં બધી રાષ્‍ટ્રીયકૃત બેંકોનો કુલ નફો રૂા. ૪૯૪પપ કરોડ પહોંચ્‍યો છે. ભુતકાળમાં આ પૈકી અમુક બેંકો ખોટ કરતી  હતી. તે ખોટમાંથી બહાર આવી નફો કરવા લાગી છે. સૌથી વધુ રૂા. ર૦૧૬૦ કરોડનો નફો એસ.બી.આઇ.એ. કર્યો છે. સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના ડીરેકટર ઓ ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી પ્રદીપ ખીમાણી (જુનાગઢ)એ યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકારના સુશાસનના પરીણામે બેંકોનો નફો વધ્‍યાનું ગૌરવ વ્‍યકત કર્યુ છે.

ડીરેકટર શ્રી પ્રદીપ ખીમાણીએ અકિલાની મુલાકાત પ્રસંગે જણાવેલ કે રાષ્‍ટ્રીયકૃત બેંકોની વિકાસયાત્રા માટે નરેન્‍દ્રભાઇ મોદીની સરકારે શ્રેણીબધ્‍ધ પગલા લીધા છે. બેંકોના વહીવટી ખર્ચમાં કરકસર કરવામાં આવી રહી છે. ધિરાણ આપવાની પધ્‍ધતીમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્‍યો છે. ધિરાણ લેનારની પાત્રતાની પુરતી ચકાસણી કરવામાં આવે છે. બેંકોએ આપેલી લોનના નાણા નિયમ મુજબ પરત આવે તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે. સુધારાત્‍મક પગલાના પરીણામે તમામ ૧ર રાષ્‍ટ્રીયકૃત બેંકો મબલખ નફો કરતી થઇ છે. બેંકોનું ભુતકાળનું આર્થિક ચિત્ર ઘણુ બદલાઇ ગયું છે. માત્ર જુલાઇથી ઓગષ્‍ટ ર૦રપ સુધીનો ૩ માસનો ૧ર બેંકોનો કુલ નફો રૂા. ૪૯,૪પપ કરોડ થયો છે. આવતા દિવસોમા઼ નફો વધવાની આશા છે. મોદી હૈ તો મુમકીન હૈ...

૧ર બેંકોના ૩ માસના નફાની આંકડાકીય માહીતી નીચે મુજબ છે.

બેંક                    રૂા. કરોડમાં

એસબીઆઇ      ર૦૧૬૦

પીએનબી        ૪૯૦૪

બીઓબી         ૪૮૦૯

કેનેરા બેંક       ૪૭૭૪

યુનિયન બેંક     ૪ર૪૯

ઇન્‍ડીયન બેંક    ૩૦૧૮

બેંક ઓફ ઇન્‍ડિયા     રપપ૪

બેંક ઓફ મહારાષ્‍ટ્ર    ૧૬૩૩

ઇન્‍ડીયન ઓવરસીઝ બેંક     ૧રર૬

સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડીયા     ૧ર૧૩

યુકો બેંક         ૬ર૦

પંજાબ એન્‍ડ સીંદ બેંક         ર૯પ

કુલ નફો                ૪૯૪પપ

(3:49 PM IST)