તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
થોરાળાના મયુરનગરમાં મકાનમાંથી રૂા. ૪૩ હજારનો વિદેશી દારૂ કબજે
થોરાળા પોલીસના હેડ કોન્સ. જયદીપસિંહ જાડેજા અને નિલેશભાઇ જાગાણીની બાતમી

રાજકોટઃ તા. રર, થોરાળામાં રાજમોતી મીલની પાછળ મયુરનગરમાં આવેલા એક મકાનમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૪૩ હજારનો વિદેશી દારૂાનો જથ્થો કબજે કર્યો હતો.
મળતી વિગત મુજબ મયુરનગર મેઇન રોડ પર આવેલ એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. જયદીપસિંહ જાડેજા તથા નિલેશભાઇ જાગાણીને બાતમી મળતા મયુરનગરમાં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા. ૪૩,ર૦૦ ની કિંમતની વિદેશી દારૂના ૧૪૪ ચપલા મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી મકાન માલિક મેહુલ શામજીભાઇ ચૌહાણની શોધખોળ હાથ ધરાઇ છે.
(3:49 PM IST)










