તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરનાં વિદ્યાર્થીઓ માટે રીવીઝન લેકચર્સ
પતંજલિ ઈન્સ્ટીટયુટ દ્વારા

રાજકોટ : આગામી જાન્યુઆરી ર૦ર૬ માં લેવાનાર સીએ ફાઉન્ડેશન તથા ઈન્ટરની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તે માટે સીએ કોચીંગ ક્ષેત્રે રાજકોટની અગ્રગણ્ય સંસ્થા પતંજલિ ઇન્સ્ટીટયુટ દ્વારા રિવીઝન લેકચર્સનું આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન કે ઓફલાઇન આ રિવીઝનનાં વર્ગો ભરી શકશે. આ ઉપરાંત પેપર પ્રેકટીસ માટે એમટીપી ટેસ્ટ લેવામાં આવશે. કોઇપણ વિદ્યાર્થી પતંજલિ ઈન્સ્ટીટયુટના મો. નં. ૭૦૪૩૬૭૦૦૭૦ પર સંપર્ક કરી રિવીઝન વર્ગમાં પોતાનું નામ નોંધાવી શકે છે અને ટેસ્ટ પેપર્સ ઘેર બેઠાં મેળવી શકે છે તેમ જણાવાયું છે.
(1:18 PM IST)










