તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
વિમલ-રજનીગંધા-રાજશ્રી પાનમસાલા સહિત કુલ ૭ નમુના લેવાયા
મનપા દ્વારા જગન્નાથ ચોક તથા ગોંડલ રોડ વિસ્તારમાંથી ૧ર કિલો અખાદ્ય ખોરાકનો નાશ : શહેરના જામનગર રોડ સ્થિત નાગેશ્વર વિસ્તારમાં ૧૯ ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકીંગઃ ૮ ને લાઇસન્સ અંગે સૂચના

રાજકોટ, તા. ર૧: મનપાની ફુડ શાખા દ્વારા શહેરના લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવા વિવિધ વિસ્તારોમં ચેકીંગ, અખાદ્ય પદાર્થોનો નાશ તથા નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ગિરીરાજ હોસ્પીટલ પાછળ ભોલા જનરલ સ્ટોરમાંથી એકસપાયર્ડ નમકીન-બેકરી પ્રોડકટ, ગોંડલ રોડના શ્રી રામ પંજાબી ચાઇનીઝમાંથી પ્રિપેડ ફુડ અખાદ્ય મળી આવતા કુલ ૧ર કિલોનો નાશ કરાયેલ જયારે રૈયા ચોકડીના ન્યુ જલારામ રેસ્ટોરન્ટ, મહિલા કોલેજ બ્રીજ ઉપરના એન્જલ મદ્રાસ કાફેને હાઇજેનિક કન્ડીશન જાળવવા તથા ફુડ લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી.
ઉપરાંત જામનગર રોડના નાગેશ્વર વિસ્તારના કુલ ૧૯ ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકીંગ કરવામાં આવેલ. જયારે ૮ ને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ ખાદ્યપદાર્થના ૭ નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પોલ સ્ટાર કોમ્પ્લેક્ષ, ગિરિરાજ હોસ્પિટલની પાછળ, જગન્નાથ ચોક, મુકામે આવેલ ભોલા જનરલ સ્ટોર પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ નમકીન તથા બેકરી પ્રોડક્ટસ વગેરે તપાસતા એક્સપાયરી ડેટ વીતેલ હોય કુલ ૧૦ કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ, બોમ્બે હોટલ સામે, મુકામે આવેલ શ્રીરામ પંજાબી ચાઇનીઝ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ખાદ્યચીજોનો કુલ ૨ કી.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી, અંબિકા કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, મુકામે આવેલ ૅન્યુ જલારામ રેસ્ટોરેન્ટૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મહિલા કોલેજ બ્રીજ ઉપર, ભવાની ગોલાની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ એન્જલ મદ્રાસ કાફે પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા ફૂડ લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શ્રી ચામુંડા કિરાણા સ્ટોર, ગાયત્રી ડેરી ફાર્મ, બાલાજી પાણીપૂરી, શ્રીજી મેડિકલ સ્ટોર, બાઇટ બોક્સ, સુરેશ નમકીન, જલારામ જનરલ સ્ટોર તથા મહાવીર ફરસાણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
૭ નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૭ નમૂના લેવામાં આવેલ. જેમાં સેફ્રોન બ્લેન્ડ વિમલ પાન મસાલા (૧ર૭.૬ ગ્રામ પાઉચ), મહાદેવ એજન્સી, હનુ માન મઢી ચોક, રૈયા રોડ, પ્રિમીયમ રજનીગંધા ફલેવર્ડ પાન મસાલા (૧૦૦ ગ્રા.પેક ટીન), પ્રતિક ટ્રેડર્સ, માધવતીર્થ એપાર્ટમેન્ટ, તિરુપતિ કુરિયરની બાજુમાં, સદગુરુ તીર્થ ધામ સામે, રૈયા રોડ રાજેશ્રી પાનમસાલા (૧૭ર.પ ગ્રામ પેકડ પાઉચ), મિરા સેલ્સ એજન્સી, સ્વસ્તિક કોમ્પ્લેક્ષ, શોપ નં.૦૧, લાખના બંગલાવાળો રોડ, આશાપુરા ચોક, મિકસ દૂધ (લુઝ): ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક, જીઇબી પાવર હાઉસ સામે, દુધ સાગર રોડ, ભેસનું દૂધ (લુઝ): મહાદેવ ડેરી એન્ડ મીઠાઇ મોલ, દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, ન્યુ પાવર હાઉસ સામે, મિકસ દૂધ (લુઝ): (ટેન્કર નં. જીજે-૦૩-બીવાય-૬૦૪૬ માંથી), આજીડેમ પોલિસ સ્ટેશન, રણુજા મંદિર આગળ, કોઠારીયા મેઇન રોડ, મંચુરિયન (પ્રિપેડ-લુઝ), પીઝા કન્ટ્રી, કાલાકૃતિ કોમ્પ્લેક્ષ, ૧ફલોર, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ પાસે થી સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઇ હતી
(3:40 PM IST)










