તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
નવાગામ ઢોળે ગેસ લિકેજથી ભડકોઃ હરેશ સોલંકી અને પત્નિ કંચનબેન દાઝી ગયા

રાજકોટ તા. ૨૧: શહેરના કુવાડવા રોડ સાત હનુમાન ઢોળા પાસે રહેતું દંપતિ દાઝી જતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
નવાગામ ઢોળે રહેતો હરેશભાઇ નાનજીભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામનો યુવાન સવારે ગેસ પર ચા બનાવતો હતો ત્યારે નળી લિક થતાં ભડકો થતાં દાઝી ગયો હતો. દેકારો સાંભળી પત્નિ કંચનબેન હરેશભાઇ સોલંકી (ઉ.વ.૪૨) તેને ઠારવા જતાં તે પણ આગની લપેટમાં આવી જતાં બંને દાઝી જતાં સારવાર માટે દાખલ કરાયા છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે કુવાડવા રોડ પોલીસને કરી હતી.
દાઝી જનારા કંચનબેન ભંગાર વીણવાની મજૂરી કરે છે અને તેના પતિ હરેશ સોલંકી શાકભાજી વેંચે છે. તેને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે
(3:39 PM IST)










