તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
સજાના વોરંટમાં નાસતો ફરતો હિતેષ પકડાયો
ભકિતનગર પોલીસે કોઠારિયા ચોકડી પાસેથી દબોચ્યો

રાજકોટઃતા.ર૧, નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપીને ભકિતનગર પોલીસે કોઠારિયા ચોકડી પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલિસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા ની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જે.ગોહિલ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા, ત્યારે હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા અને કોન્સ. ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં બે મહિનાથી ફરાર હિતેષ રમેશચંદ્રભાઇ કુબાવત (રહે. કોઠારિયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ર૯૧) ને પકડી લીધો હતો.
આ કામગીરી પીઅસઆઇ જે.જે. ગોહિલ, હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા,વસંતભાઇ બાલાસરા તથા વિજયભાઇ જોષી દ્વારા કરવામાાં આવી હતી.
(4:16 PM IST)










