<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

SIR કામગીરીઃ સદર વિસ્‍તારના બૂથ લેવલ ઓફીસર મકવાણા દ્વારા ‘અકિલા' પરીવારના ફોર્મ ભરાયા

તમામ બાબતોની ચકાસણીઃ સ્‍થળ ઉપર જ ઓનલાઇન એન્‍ટ્રીઃ એડી. કલેકટરશ્રી નારણ મુછારનું સતત માર્ગદર્શન

રાજકોટઃ રાજકોટ શહેર-જીલ્લામાં હાલ SIR-મતદારયાદી સૂધારણા ચેકીંગ સહિતની રરપ૬ બૂથ લેવલ ઓફીસર દ્વારા કામગીરી થઇ રહી છે, રાજકોટમાં તમામ BLO રાત ઉજાગરા કરી આ ફરજ બજાવી રહયા છે, શહેરના સદર વિસ્‍તારના બૂથ લેવલ ઓફીસર શ્રી મકવાણાએ ગઇકાલે ‘અકિલા' પરીવારના અને મેનેજીંગ તંત્રી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલા વેબએડીશનના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા તથા પરીવારના SIR ની કામગીરી સંદર્ભે મતદારયાદીના ર૦૦ર સરખામણી-વિગતો જાણી ફોર્મ ભર્યા હતા, તેમણે પરીવારને તમામ પ્રકારની માહિતી આપી લોકોને-મતદારોને બીએલઓને ખાસ સહકાર આપવા અપીલ કરી હતી, ફોર્મ ભરાયા બાદ BLO શ્રી મકવાણા સ્‍થળ ઉપર જ સફળ ઓનલાઇન એન્‍ટ્રી કરી હતી, ર૦૦ર માં મતદાર યાદીમાં નામ ન હોય તો કયા પ્રકારે ફોર્મ ભરવું તે વિગતો જણાવી હતી, ફોર્મ સંદર્ભે રાજકોટ શહેર-જીલ્લાના ચૂંટણીના એડી. કલેકટર અને ‘અકિલા' સાથે પારિવારીક નાતો ધરાવતા શ્રી નારણ મુછારનું ખાસ માર્ગદર્શન મળ્‍યું હતું, તસ્‍વીરમાં ‘અકિલા' પરીવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતકાકા, શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે BLO શ્રી મકવાણા નજરે પડે છે

(2:49 PM IST)