તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટની ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાતે

શહેરની જુદી જુદી તાલીમ સંસ્થાઓ જેમાં આજીડેમ પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બી.ટી.સવાણી હોસ્પિટલ પાસે આવેલ મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,બહુમાળી ભવન ખાતે આવેલ નાયબ નિયામક (તાલીમ) પ્રાદેશિક કચેરી,નાયબ નિયામક (રોજગાર) કચેરી,બોઇલર કચેરી,ઔદ્યોગિક સલામતી કચેરી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મુલાકાત લીધી હતી.તેમણે જિલ્લાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ મુલાકાત દરમિયાન તેમણે વ્યવસ્થા તેમજ સંસ્થામાં કાંઈ જરૂરિયાત હોય તે બાબતે દરેક વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.(તસ્વીરઃ: અહેવાલ વિજય વસાણી)
(2:05 PM IST)










