News of Friday, 21st November 2025
જન્મથી મૃત્યુ સુધી અધુરા શમણા પુરા કરવાના પ્રયાસનું નાટયાંકન : ‘અધુરા-મધુરા શમણા...'
અનેક સંઘર્ષો-દુઃખ-વ્યથાની સાથે મૌલીક-નિર્દોષ હાસ્ય માણવા મળશે : શનિવારે રાત્રે હેમુ ગઢવી હોલમાં આયોજન

રાજકોટ, તા., ૨૦ : જન્મથી લઇને મૃત્યુ સુધી માણસ ભાગદોડમાં જીવન પસાર કરે છે. તેમ છતા તેના અનેક શમણા અધુરા રહી જાય છે. ત્યારે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તા. રર ને શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે મૌલીક હાસ્ય નાટક અધુરા મધુરા શમણા રજુ કરવામાં આવશે. જેની માહીતી અકિલા કાર્યાલય ખાતે નિર્માતા અને કલાકારોએ આપી હતી.
જન્મથી લઇને મૃત્યુ સુધી માણસ અનેક મધુરા શમણા જોતો હોય છે. એટલુ જ નહિ એને પુરા કરવા અનેક પ્રયાસો અને સંઘર્ષો પણ કરતો રહે છે. જેમાંથી દુઃખ અને વ્યથાની સાથેસાથે નિર્દોષ હાસ્ય પણ મળતુ હોય છે. વડીલોની વ્યથા કથા અને સંતાનોની લાલસાને જાણવા-માણવા અને સમજવા માટે આ નાટકમાં પ્રયાસો કરવામાં આવ્યા છે.
અરવિંદ રાવલ લીખીત અને ભરત ત્રિવેદી દિગ્દર્શીત એંજલ એન્ટરટેન્મેન્ટ તથા રંગ મીલન રાજકોટ દ્વારા આ દ્વિઅંકી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકારો પોતાની કલા રજુ કરશે. આ નાટકમાં કલાકારો અરવિંદ રાવલ, રક્ષીત વસાવડા, નિપા અંતાણી, અદ્વેત અંતાણી, શમીક દવે, જીજ્ઞેશ ચાવડા, કાવ્યા ગઢવી, ધારા ખુંટી, વિકકી ઠાકર, પ્રશાંત ભટ્ટ, હર્ષ ત્રિવેદી, ભરત ત્રિવેદી, પોતાની કલા રજુ કરશે.
અકિલા કાર્યાલય ખાતે નાટકની માહીતી આપતા નિર્માતા-નિર્દેશક ભરતભાઇ ત્રિવેદી, અદ્વેત અંતાણી, નિપા અંતાણી, શમીક દવે, વિકકી ઠાકર, કાવ્યા ગઢવી, અને જાદુગર તથા મિમિક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:01 PM IST)










