તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
આજે ઇન્દીરા ગાંધીની ૧૦૮-મી જન્મજયંતિ : પદાધિકારીઓ, કોર્પોરેટરો દ્વારા પુષ્પાંજલી

રાજકોટ : આજ તા.૧૯ ના રોજ શ્રીમતી ઇન્દીરા ગાંધીની ૧૦૮-મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, આસી.કમિશનર વી.ડી.ઘોણીયા, મેનેજર કે.બી.ઉનાવા તથા સાંસ્કળતિક વિભાગના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી મસ્તક નમન અને પ્રણામ કરેલ.
(4:14 PM IST)










