તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
નિદત્ત બારોટનો ઉચ્ચ શિક્ષણ બાદ હવે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ દબદબોઃ બે સમિતિમાં સ્થાન
શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ અને અભ્યાસ સમિતિમાં બિનહરીફ ચૂંટાયા

રાજકોટ, તા. ૧૯: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ક્ષેત્રે ‘ચાણકય' તરીકે જાણીતા અને એકલવીર લડાયક તરીકે ઓળખાતા ડો. નિદત્ત બારોટ સામાપૂરે તરીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉચ્ચ મંડળમાં બીરાજમાન થઇને શિક્ષણ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે હવે ઉચ્ચ શિક્ષણ બાદ ગુજરાત માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડની બે મહત્વની સમિતિમાં સ્થાન પામ્યા છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ૯ ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સરકાર નિયુક્ત સભ્યો, હોદ્દાગત સભ્યો તરીકે અધિકારીઓ અને ૨ ધારાસભ્યો એમ કુલ ૧૭ જેટલા સભ્યો હોય છે.
સમગ્ર ગુજરાત નું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું નિયમન કરતા આ બોર્ડમાં કારોબારી, પરીક્ષા સમિતિ, નાણા સમિતિ, અભ્યાસ સમિતિ જેવી વિવિધ સમિતિઓ હોય છે. આ સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યો પોતાના સભ્યો વિવિધ સમિતિઓમાં ચૂંટે છે. આ વખતે સૌ સભ્યોએ તમામ સમિતિઓ બિનહરીફ કરી જેમાં રાજ્યની પરીક્ષા સમિતિમાં ચૂંટાયેલ ચાર સભ્યોમાં ડો નિદત્ત બારોટ બિનહરીફ ચૂંટાયા અને અભ્યાસ સમિતિમાં બે સભ્યોમાથી એક સભ્ય તરીકે ડો નિદત્ત બારોટ બિનહરીફ થયા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે વર્ષ ૧૯૯૬ થી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી શરૂ કરનાર ડો નિદત્ત બારોટ આજે ૩૦ વર્ષ થી સતત ચૂંટાતા આવ્યા છે. શ્રી નિદત્ત બારોટ ૨૫ વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહ્યા, ૧૫ વર્ષ સિન્ડિકેટ સભ્ય રહ્યા, ૧૦ વર્ષ થી શિક્ષણ વિદ્યાશાખાના ડીન ચૂંટાયા છે. તદ્ ઉપરાંત નવા એક્ટ આવ્યા પછી, પ્રેક્ટિસ ટીચિંગ બોર્ડ ના ચેરમેન અને હાલમાં એક્ઝિકયુટિવ કાઉન્સિલ EC ના સદસ્ય નિમાયા છે.
છેલ્લા ૧૨ વર્ષ થી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાત ની તાલીમી BEd કોલેજના આચાર્યની બેઠક પરથી સતત ચૂંટાતા ડો નિદત્ત બારોટ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર તરીકે મહામહિમ રાજ્યપાલશ્રી દ્વારા નિયુક્ત થયા હતા. ભારત સરકારે તેમને NCTE ના પヘમિ ક્ષેત્ર WRC ના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ પદો પર ૧૫ થી વધુ ચૂંટણીઓ જીતી અને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.હાલમાં સૌરાષ્ટ્રની એક માત્ર ઇંગ્લિશ ભાષા શિક્ષક તાલીમી કોલેજ ઇન્સ્ટિટયૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ ના આચાર્ય તરીકે કાર્યરત છે. ડો નિદત્ત બારોટને તેમના મિત્ર દ્વારા શુભકામનાઓ આપવામાં આવી રહી છે.
ડો. નિદત્ત બારોટ
(3:59 PM IST)










