તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
મવડીના કૃષ્ણનગરમાં મકાનમાં આગ
આગ મકાનના ઉપરના રૂમમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે આગ બુઝાવીઃ ઘરવખરી બળી ગઇ

રાજકોટ, તા. ૧૯: મવડીના કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામીનારાયણ ચોક પાસે બંધ ગલીમાં આવેલા એક મકાનમાં ઉપરના રૂમમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઇ પરીવારજનો તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ મકાન માલીક શૈલેષભાઇ ભીમજીભાઇ ચાવડીયાએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી. આગમાં ઘરવખરીનો સામાન બળી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ થઇ રહી છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(
(3:43 PM IST)










