<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

રાજકોટ જીલ્લામાં રાષ્‍ટ્રવિરોધી ગુન્‍હા આચરનાર ૧૦૦૦ આરોપીઓની ‘કુંડળી' ચકાસતી પોલીસ

 

રાજય પોલીસ વડાના આદેશ અન્‍વયે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજી અને સ્‍થાનીક પોલીસની ટીમો કામે લાગી : તમામ આરોપીઓની હિલચાલ પર બાજ નજર રખાશે

રાજકોટ, તા., ૧૯: દિલ્‍હીમાં થયેલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ બાદ રાજ્‍યના પોલીસ વડા દ્વારા છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્‍ટ્ર વિરોધી ગુન્‍હા આચરનાર આરોપીઓની કુંડળી ૧૦૦ કલાકમાં તૈયાર કરવા આપેલ આદેશ અન્‍વયે રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ  રાષ્‍ટ્ર વિરોઘી ગુના આચરનાર ૧૦૦૦ આરોપીઓની કુંડળી તૈયાર કરી છે.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરેએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અન્‍વયે રાજકોટ જીલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં  નકલી ચલણી નોટ, એનડીપીએસ, આર્મ્‍સ એકટ સહિતના  પ૯૦ ગુન્‍હામાં સંડોવાયેલ ૧૦૦૦ આરોપીઓની  પોલીસે તપાસ હાથ ધરી છે.  રૂરલ એસઓજીના પીઆઇ એફ.એમ.પારગી તથા ટીમ દ્વારા  રાષ્‍ટ્રવિરોધી ગુન્‍હા આચરનાર ૧પ૮ થી વધુ આરોપીઓ તથા જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકો દ્વારા રાષ્‍ટ્ર વિરોધી ગુન્‍હા આચરનાર આરોપીઓની યાદી તૈયાર કરી ડોઝીયર ભરવામાં આવેલ છે. પોલીસ આરોપીઓનું હાલનું સરનામુ, તેમનો પરિવાર, કામ-ધંધો તથા અન્‍ય આર્થિકસ્ત્રોત સહિતના મુદદાઓની સઘન તપાસ કરી ડોઝીયર ભરી રહી છે.

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્‍યું હતું કે,  તમામ આરોપીઓના સોશ્‍યલ મિડીયા એકાઉન્‍ટની વિગતો, ઇ-મેઇલ, બેંક ડીટેઇલ સહિતની વિગતો એકત્ર કરી તેમજ તેના હાલના કામ- ધંધા અને અન્‍ય આર્થીકસ્ત્રોત સહિતના મુદ્દાઓ અંગે સઘન તપાસ કરી કુંડળી કઢાઇ રહી છે. આજે બપોર સુધીમાં જીલ્લામાં પપ૦ થી વધુ આરોપીઓના ઘરે પોલીસે જઇ માહિતી મેળવી ડોઝીયર ભર્યા હતા અને આ કાર્યવાહી તેજ ગતિએ ચાલુ છ. ૧૦૦ કલાકમાં તમામ આરોપીઓના ઘરે જઇ માહીતી એકત્ર કરી આરોપીઓની  તમામ હિલચાલ પર આગામી દિવસોમાં બાજ નજર રાખવામાં આવશે. (

(3:35 PM IST)