<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

વીવીપી દ્વારા એઆઇસીટીઇની દ્વીતીય પ્રતિષ્‍ઠા ઇવેન્‍ટ યોજાશેઃ ૨ ડીસેમ્‍બરે ડેમોસ્‍ટ્રેશન

 

રાજકોટ, તા.૧૯: ઓલ ઇન્‍ડિયા કાઉન્‍સીલ ફોર ટેકનીકલ અજયુકેશન એટલે કે, એઆઈસીટીઈ જે સમગ્ર ભારતના તકનીકી શિક્ષણની એપેક્ષા બોડી છે. તેમના દ્વારા  માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજ ખાતે આઈઆઈસી એટલે કે, ઈન્‍સ્‍ટીટયૂટશન્‍સ ઈનોવેશન કાઉન્‍સીલની રીજીયોનલ મીટ યોજાવાની છે.

 આ મીટમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રીજીયનના શૈક્ષાણિક સંસ્‍થાના દિગ્‍ગજો, સંશોધકો અને પ્રોફસરો તેમજ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

આ પ્રકારની મીટ ભારતભરમાં ત્રણ તબક્કામાં કુલ છવ્‍વીસ જગ્‍યાએ થવાની છે, જેમાં ગુજરાતમાં બે જગ્‍યાએ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાજકોટના આંગણે થવાની છે.

તા. ર ડિસેમ્‍બર મંગળવારના રોજ આ રીજીયોનલ મીટ અંતર્ગત ‘‘યુક્‍તિ'' નામના એઆઈસીટી પ્રકલ્‍પ કે વિદ્યાર્થી સંશોધન માટે ચાલે છે તેના સંશોધનનોનું ડેમોન્‍સ્‍ટ્રેશન થશે, સાથે જ સ્‍વદેશી વસ્‍તુઓને પ્રોત્‍સાહન આાપવા માટે અને વોકલ ફોર લોકલને સપોર્ટ કરવા સ્‍વદેશ ઉદ્યમી બજાર પણ ભરાશે.

દિવસ દરમિયાન ટ્રેનીંગ ઓફ ટ્રેઈઝર્સ, ઈનોવેશન માસ્‍ટર કલાસ, એઆઈસીટીઈની વિવિધ સ્‍કીમ તેમજ નોલેજ શેરીંગ માટેની પ્રવળત્તિઓ થશે . આ તબક્કે બેસ્‍ટ ઈનોવેટર્સનું તેમજ બેસ્‍ટ ઈનોવેશન એમ્‍બેસેડર્સનું સન્‍માન પણ થશે.

સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આાપવા માટ ેપ્રિન્‍સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના કુશળ માર્ગદર્શન હેઠળ એસએસઆઈપી કમિટીના કન્‍વીનર ડો. દિપેશભાઈ કામદાર, ડો. દિપેશભાઈ કુંડલીયા, ડો. અમિતભાઈ પાઠક, ડો. ભાર્ગવભાઈ ગોકાણી જહેમત ઉઠાવી રહ્યા છે.        

આ કાર્યક્રમની સફળતા માટે સંસ્‍થાના ટ્રસ્‍ટીઓશ્રી કૌશિકભાઈ શુકલ,  ડો.સંજીવભાઈ ઓઝા, શ્રીહર્ષલભાઈ મણીઆર,ડો. નરેન્‍દ્રભાઈ દવે તથા ડો. નવિનભાઈ શેઠે શુભેચ્‍છાઓ પાઠવી છે.

(4:03 PM IST)