<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

માધાપરમાં રઘુવીર ઇન્‍ડસ્‍ટ્રીઝને ફાળવાયેલ ર૦ કરોડની જમીન ખાલસા

આસિ. કલેકટર શ્રી મહેક જૈન દ્વારા તમામ ૧૯૭૪પ ચો.મી. જમીન સરકાર : દાખલ કરવા હુકમઃ મંજૂરી વગર ૮ વખત ભાગીદારી પેઢીમાં ફેરફાર કર્યાનું ખૂલ્‍યું

 

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સીટી પ્રાંત-ર અને આસિ. કલેકટર (IAS) શ્રી મહેક જૈને એક મહત્‍વના ચૂકાદામાં અંદાજે ર૦ કરોડની માધાપર ગામની સરકારી ખરાબાની ૧૯૭૪૫ ચો. ચી. જમીન ખાલસા કરતો અને જમીન સરકાર દાખલ કરવા હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.

ટોપ લેવલના અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટ જિલ્લાનાં રાજકોટ તાલુકાનાં માધાપર ગામનાં સરકારી ખરાબાનાં સ.નં. ૧૧૧ પૈકી પ્‍લોટ નં. ૧, ૨ તથા ૩ ની મળી કુલ ચો.મી. ૧૯૭૪૫-૦૦ જમીન રઘુવીર ઇન્‍ડસ્‍ટ્રીઝને કલેકટરશ્રી દ્વારા   તા. ૧૫/૦૪/૧૯૭૪ નાં હુકમથી ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવેલ. રઘુવીર ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા સને  ૨૦૦૪ થી લઇને અલગ-અલગ વર્ષમાં કુલ-૮ વખત કોઇ પણ પૂર્વમંજુરી લીધા વગર ભાગીદારી પેઢીમાં ફેરફાર કરેલ હોય, મુળ હુકમની શરતોનો ભંગ થતો હોવાનું ધ્‍યાને  આવ્‍યું હતું. આ પછી મામલતદારના રીપોર્ટ બાદ શરતભંગ કેસ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ. અને પક્ષકારોને પુરતી તક આપવામાં આવેલ. અંતે રઘુવીર ઇન્‍ડસ્‍ટ્રીઝ નામની ભાગીદારી પેઢીમાં સરકારની કોઇ પૂર્વ મંજુરી લીધા વિના ઉતરોત્તર ફેરફારો થયેલ હોવાનું જાહેર થતાં આસીસ્‍ટન્‍ટ કલેકટર શ્રી મહેક જૈન દ્વારા આ તમામ જમીન સરકાર દાખલ કરવા હુકમ ફરમાવવામાં આવ્‍યો. જે જમીનની અંદાજીત કિંમત આશરે રૂ. ૨૦ કરોડ કરતાં પણ વધારે થવા પાત્ર છે.

જંત્રી મુજબ જમીનની કિંમત ઘણી મોટી હોવાનું અને ર૦ર૧ ના  તત્‍કાલીન મામલતદારે હુકમ કર્યો હતો, જે સામે પ્રાંત-ર સમક્ષ અપીલ થઇ હતી, આ કેસ ચાલી જતા આખરે ૧૯૭૪પ ચો. મી. જમીન, ખાલસા કરી કલેકટરને રીપોર્ટ કર્યો છે, હાલ આ રઘુવીર ઇન્‍ડસ્‍ટ્રીઝમાં મહેતા, પલાણ સહિતના ભાગીદારો હોવાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું. (પ-૧૬)

(3:01 PM IST)