તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
દુષ્કર્મ અને અપહરણના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર છગન પકડાયો
પેરોલ ફરલો સ્કોડની ટીમે વડીયાના જંગર ગામેથી દબોચ્યો

રાજકોટઃ તા. ૧૯, શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મ તથા પોકસોના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફરેલો સ્કોડે અમરેલીના જંગર ગામેથી ઝડપી લીધો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝાની સૂચનાથી પેરોલ ફરેલો સ્કોડના પી.આઇ. બી.એમ. ઝનકારના માર્ગદર્શન હેઠળ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ- દુષ્કર્મ અને પોકસોના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા છગન જીથરાભાઇ તીરમા (ઉ.વ.૩૯) (રહે. મુળ હરદાસપુરગામ એમ.પી., હાલ જંગરગામ તા. અમરેલી) ને જંગર ગામેથી ઝડપી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. જે. જી. તેરૈયા તથા હેડ કોન્સ. જયદિપસિંહ બોરાણા, તેજનભાઇ ચાવડા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, દિનેશભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ હતી.
(2:46 PM IST)










