<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

રાજકોટનાં ૧૨.૮ ડિગ્રી : સવારે અને રાત્રીના ઠંડીનો વધુ અહેસાસ

ગરમ વષાોમાં જ જોવા મળતા શહેરીજનો, રાત્રીના સમયે તાપણાઓ થવા લાગ્‍યા, હજુ ઠંડી વધશે

રાજકોટ : નવેમ્‍બર મહિનો પૂર્ણ થવામાં દસેક દિવસ બાકી રહ્યા છે. છેલ્લા એકાદ અઠવાડીયાથી અને બે એક દિવસથી ઠંડીએ જાણે ગતિ પકડી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્‍યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ૧૦ થી ૧૫ ડીગ્રી આસપાસ ઘેમી રહ્યું છે. હવામાન શાષાીઓના મતે આગામી દિવસોમાં ઠંડી હજુ વધશે.

રાજકોટની વાત કરીએ તો શહેરમાં આજે સવારનું લઘુતમ તાપમાન ૧૨.૮ ડીગ્રી નોંધાયું છે. ગઇકાલ કરતાં તાપમાનમાં આંશિક વધારો થયો છે, પરંતુ ઠંડા પવન ફૂંકાઇ રહ્યા હોય ઠંડીની અસર વધુ વર્તાઇ રહી છે.

ખાસ તો વ્‍હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઇ રહ્યો છે. લોકો ગરમવષાોમાં જ જોવા મળી રહ્યા છે.  રાત્રીના સમયે હવે ધીમે-ધીમે તાપણાની મોસમની શરૂઆત થઇ ચુકી છે. ઘર, ઓફિસો, દુકાનોમાં હવે પંખા, એ.સી. બંધ તવા લાગ્‍યા છે. ઠંડીના લીધે સવારે શાળાએ જનારા વિદ્યાર્થીઓ, ઓફીસે અને કામધંધે જનારા લોકોને મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચા ની લારી, દુકાનોમાં ચા ની ચુસ્‍કી મારવા ભીડ જોવા મળી રહી છે. હવામાન શાષાીઓના મતે હજુ બે દિવસ ઠંડીનો માહોલ જળવાઇ રહેશે. તો વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બની અસરથી આગામી દિવસોમાં પણ ઠંડીનો માહોલ જળવાઇ રહેશે.

ઉક્‍ત તસ્‍વીરમાં યુવાનોથી લઇ મોટી ઉંમરના વડીલો ગરમ વષાો સાથે જોવા મળે છે. ઠંડીથી બચવા અનેક ઉપાયો અજમાવી રહ્યા છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(2:15 PM IST)