<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

શ્રી યદુનંદન આહીર કેળવણી મંડળ દ્વારા રાજકોટની ભાગોળે ૩ એકરમાં અદ્યતન વિદ્યાર્થી છાત્રાલયનુ નિર્માણ

અંદાજીત ૯ કરોડના ખર્ચે વિશાળ શૈક્ષણિક સંકુલ તૈયાર : ભોજનાલય, કોમ્‍પ્‍યુટર લેબ, લાયબ્રેરી, વહીવટી ઓફીસ સહીતની સુવિધા ઉભી કરાઈ : ગ્રાઉન્‍ડમાં પોલીસ - એસ.આર.પી. જેવી પરીક્ષાની તૈયારી માટે રનીંગ ટ્રેક ઉપરાંત ફુટબોલ, વોલીબોલ, ક્રિકેટ જેવી રમતોના મેદાનો તૈયાર કરવાનું કામ ગતિમાં : પર્યાવરણને પ્રાધાન્‍ય આપી ફળાઉ અને ઔષધીય મળીને ૬૫૦થી વધુ વળક્ષોનું મહેમાનોના હસ્‍તે રોપણ

રાજકોટ તા. ૧૯ : સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં વસતા આહીર સમાજના વિદ્યાર્થીઓને રાજકોટમાં રહીને અભ્‍યાસ કરવા માટે રહેવાની અત્‍યાધુનિક સુવિધા મળી રહે તે માટે શ્રી યદુનંદન આહીર કેળવણી મંડળ રાજકોટ દ્વારા સુવિધાઓથી સભર ૭ માળના વિશાળ વિદ્યાર્થી છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે. જેનું ૮૦ ટકા કામ હાલ પૂર્ણ થઈ ચુકયું છે.

અંદાજીત એક દોઢ વર્ષ પહેલા રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર કણકોટ માર્ગ પર બૌધ્‍ધ વિહાર પાસે ૩ એકર જમીનમાં ખાતમુર્હુત કરી આ છાત્રાલય માટેના પાયા નખાયા હતા. હાલ ૭માળનું આલીશાન ભવન ઉભુ થઈ ચુકયુ છે. જેમાં રાજકોટમાં રહીને અભ્‍યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને રહેવા જમવા સહીતની સુવિધા પુરી પાડવામાં આવશે.

આ ભવનમાં પ્રથમ ફેઈઝમાં હાલ ૫૦ રૂમ, ૧૪ સ્‍પેશ્‍યલ રૂમ, ગળહપતિના રૂમ, ૬ હોલ, ભોજનાલય, કોમ્‍પ્‍યુટર રૂમ, લાયબ્રેરી, સ્‍પર્ધા પરીક્ષાની તૈયારી માટેનો પ્રોજેકટ રૂમ, વહીવટી ઓફીસ, વેઈટીંગ રૂમ સહીતનું બાંધકામ કરવામાં આવ્‍યુ છે. હાલ ૩૦૦ વિદ્યાર્થીનો સમાવેશ કરાવી શકાય તેવી સંપૂર્ણ સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત ભવિષ્‍યમાં ફેઈઝ-૨ માં અલગ લેડીઝ હોસ્‍ટેલ તેમજ અન્‍ય બાંધકામની વિચારણા ટ્રસ્‍ટી મંડળે રાખી છે.

વિદ્યાર્થીઓ માટે હવા ઉજાસવાળા વિશાળ રૂમમાં સેટી, પંખા, કબાટ, લાઈટની સુવિધા પુરી પાડવામાં આવી છે. પરીક્ષા લક્ષી તૈયારીઓ માટે અલાયદા એ.સી. રૂમો બનાવવામાં આવ્‍યા છે. વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરાવી શકાય તે માટે પ્રોજેકટ રૂમ પણ વિચારણા હેઠળ છે. મનોરંજન માટે ફિલ્‍મ બતાવી શકાય તેમજ મ્‍યુઝીકલ કાર્યક્રમો યોજી શકાય તેવુ આયોજન પણ ઘડાયુ છે.

પર્યાવરણનું પણ ખુબ ધ્‍યાન રાખવામાં આવ્‍યુ છે. આ છાત્રાલયના ખાત મુહુર્ત પહેલા જ ઘનિષ્‍ઠ વળક્ષોનું વાવેતર કરાયુ છે. ઉપરાંત જયારે જયારે કોઈ ખાસ મહેમાન આવે તેમના હસ્‍તે વૃક્ષારોપણની પરંપરા જળવાતી આવી હોય અત્‍યાર સુધીમાં ચીકુ, આંબો, જામફળી જેવા ફળાઉ વળક્ષ ઉપરાંત ગરમાળો, કરંજ, અર્જુન જેવા ઔષધીય મળી ૬૫૦થી વધુ વળક્ષોનું રોપણ કરાયુ હોય વિદ્યાર્થી છાત્રાલયની ચારેકોર હરીયાળી લહેરાઈ રહી છે. અહીં રહેનારને નૈસર્ગીક વાતાવરણ મળી રહે તેવી યોજના ટ્રસ્‍ટી મંડળે ખુબ મહેનત કરીને વિકસાવી છે.

રાજકોટથી ૧૧ કિ.મી.ના અંતરે કણકોટ રોડ ઉપર આવેલ આ વિદ્યાર્થી ભવનમાં સમસ્‍ત આહીર સમાજના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. સંભવત આવતા સત્ર માટેના પ્રવેશ આગામી ત્રણથી ચાર મહીના બાદ શરૂ કરી દેવાશે. આ માટેની વધુ માહિતી માટે મો.૯૮૨૪૮ ૪૪૨૫૪ ઉપર સંપર્ક કરવા યદુનંદન આહીર કેળવણી મંડળ રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

(1:03 PM IST)