<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

૧૯ નવેમ્‍બરઃ મહાનગરપાલીકાના બાવનમાં સ્‍થાપના દિવસે પ્રજાને અર્પણ

સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થાના સ્‍થાપક પ્રજાપ્રિય રાજવી ઠાકોર સાહેબ શ્રી બાવાજીરાજ હતા. તેમને ઈ.સ. ૧૮૬૯ માં સુધરાઈ અંગેનો કાયદો બનાવી અમલમાં મુકેલ. તેમની પૂર્ણ ઈચ્‍છા પુરી કરનાર પ્રજા વાત્‍સલ્‍ય રાજવી શ્રી લાખાજીરાજ બાપુ હતા.

પ્રજાપ્રિય રાજવી શ્રી લાખાજીરાજ બાપુએ ઇ.સ. ૧૯૨૩ માં પ્રજા હિત માટે ક્રાંતીકારી નિર્ણય લઇ સ્‍થાનિક સ્‍વરાજ સંસ્‍થા પ્રથાને વધુ લોકપ્રિય બનાવવા ચુંટાયેલા ૯૦ સભ્‍યોની પ્રજા પ્રતિનિધી સભાની સ્‍થાપના કરેલ. આ સભાના પ્રમુખ શ્રી લીલાધર અમૃતલાલ મહેતાની વરણી થયેલ. આ સભામાં સમાજના તમામ વર્ગનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રજાપતિનિધી સભા સમગ્ર દેશમાં પ્રથમ હતી.  એક સમયે રાજકોટ શહેરમાં બે સુધરાઈ કાયરત હતી રાજવીની હદની અને બ્રીટીશ કબજા હેઠળના હદની (ઈ.સ. ૧૯૨૩ થી ૧૯૪૭)  આઝાદી બાદ સને. ૧૯૪૯ માં લોક નિયુકત રાજકોટ બરો મ્‍યુનીસીપાલીટી ની રચના થયેલ જેમાં ૩૫ સભ્‍યો હતા. જેના પ્રથમ પ્રમુખ પદે ડો.અરદેશર પેસ્‍તનજી મહેતા ઉપપ્રમુખ પદે શ્રી પોપટલાલ વસોયા ચુંટાઈ આવેલ.: આ બોર્ડમાં તે સમયે પણ હરિજન અને મહિલા અનામત બેઠકો હતી મહિલા અનામત બેઠક ઉપર ડો. સવિતાબેન વિભાકર, હીરાલક્ષ્મીબેન શેઠ (કાંતા સ્‍ત્રી વિકાસગૃહના સ્‍થાપક) ને નીલમબેન દોશી ચુંટાયેલા પ્રથમ મહિલા સભ્‍ય હતાં.  ઈ.સ. ૧૯૬૪-૬૫માં રાજકોટ બરો મ્‍યુનીસીપાલીટીનું રાજકોટ નગર પાલીકામાં રૂપાંતર થયેલ અને તેની સભ્‍ય સંખ્‍યા ૪૦ રાખેલ અને તેના પ્રથમ પ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના શ્રી વિનોદભાઈ બુચ હતાં.  ઈ.સ.૧૯૭૩માં રાજકોટ નગરપાલીકા મહાનગર પાલીકામાં રૂપાંતર થયેલ તેમાં ૧૮ વોર્ડની રચના કરી ૫૧ સભ્‍યો રાખેલ ને પ્રથમ મેયર નું ગૌરવવંતુ પદ શ્રી રમેશભાઈ છાયાને મળેલ આ બોડે સરકાર નીયુકત હતું અને શ્રી વી. કૃષ્‍ણમુર્તી પ્રથમ કમીશ્નર બનેલઃ ચુંટાયેલા પ્રથમ મેયરના યશભાગી શ્રી અરવિદભાઈ મણીયાર બનેલ તથા ઇ.સ. ૨૦૦૦ માં કોંગ્રેસ પક્ષના અશોક ડાંગર પ્રથમ ચુંટાયેલ મેયર બનેલ

રાજકોટઃ જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ મહાનગર પાલીકાના પર મા સ્‍થાપના દિવસ ૧૯ નવેમ્‍બર નીમિતે રાજકોટની સ્‍થાનીક સ્‍વરાજયની સંસ્‍થાના આરંભથી મહાનગરપાલિકા સુધીના ઈતિહાસની વિગતો પ્રખર ઇતીહાસ લેખક ડો. એસ.વી. જાની સાહેબના ઇતિહાસ લેખનમાંથી એકત્રીત કરી વાંચકો સમક્ષ રજુ કરતા જણાવે છે કે રાજકોટની પ્રજાને ૧૫૬ વર્ષથી સ્‍થાનીક સ્‍વરાજય સંસ્‍થાનો લાભ મેળવે છે.

રાજકોટ માટેની સુધરાઈનો કાયદો બાવાજીરાજના શાસન દરમ્‍યાન રાજય દ્વારા સૌ પ્રથમ ઈ.સ.૧૮૬૯ માં પસાર કરાયો હતા. તેના અમલ માટે રાજય તરફથી ચાર અમલદારો અને પ્રજા તરફથી પાંચ પ્રતિનિધિઓ (જે કમીશનરો કહેવાતા) ની બનેલી સામાન્‍ય સભા નીમવામાં આવી હતી આમ રાજકોટમાં સ્‍થાનીક સ્‍વરાજયની સંસ્‍થાનો આ પ્રારંભ ગણાવી શકાય માર્ચ- ૧૯૨૩માં ઠા.સા. લાખાજીરાજે આ સુધરાઈનો વહીવટ રાજકોટની પ્રજા પ્રતિનિધિ સભાને સોપવાનો નીર્ણય કર્યો હતો.

લાખાજીરાજે ૧૯૨૩માં પોતાની પ્રજાને વહીવટમાં ભાગ લેતી કરવાના હેતુથી ચૂંટાયેલા ૯૦ સભ્‍યોની પ્રજા પ્રતિનિધિસભાની સ્‍થાપના કરી હતી. તેમાં બે બેઠકો ષીઓ માટે અનામત. હતી. તેમાં વેપારક્ષેત્રના ૯, ખેતીક્ષેત્રના-૨૨, મજૂર વિભાગના ૩૧, સાધુસંતના-૨, કળાકૌશલ્‍ય વિભાગના-૧ તથા અન્‍ય શહેરીના૨૫ મળી કુલ ૯૦ સભ્‍યો ચૂંટવાના હતા. ૨૧ વર્ષથી ઉપરના . દરેક નાગરિકને મતાધિકારનો હક્ક આપવામાં આવ્‍યો હતો. સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં દેશી રાજ્‍યોમાં સંપૂર્ણપણે ચૂંટાયેલા સભ્‍યો ધરાવતી તે સૌ પ્રથમ સંસ્‍થા હતી. હિદનાં મોટા ભાગનાં દેશી રાજ્‍યોની પ્રજા રાજ્‍યવહીવટમાં પ્રતિનિધિત્‍વ મેળવવા માગણી કરી રહી હતી. ત્‍યારે રાજકોટ રાજ્‍યે આવી સંસ્‍થા સ્‍થાપી એક અત્‍યંત મહત્ત્વનું ક્રાંતિકારી પગલું ભર્યું હતું એમ કહી શકાય

રાજકોટની પ્રથમ પ્રતિનિધિ સભાના પ્રમુખ તરીકે લીલાધર અમૃતલાલ મહેતા ચૂંટાયા હતા. પ્રજા પ્રતિનિધિસભા ઉપરાંત લાખાજીરાજે તેની અંગભૂત છ સભાઓ સ્‍થાપી હતી. અખિલ ધર્મ સભા(૧૯૨૫), મજૂર મહામંડળ (૧૯૨૬), વેપારી મહામંડળ (૧૯૨૬). કળાકૌશલ્‍ય મંડળ તથા ખેડૂત મહાસભા (૧૯૨૮) ઉપરાંત રાજકોટ, સરધાર તથા કુવાડવાની મ્‍યુનિસિપાલિટીનો વહીવટ પણ ૧૯૨૭માં પ્રજાને સોંપ્‍યો હતો. ગામડાંઓમાં ગ્રામ પંચાયતો સ્‍થાપીને લુપ્ત થઈ ગયેલી એ પ્રાચીન લોકસંસ્‍થાનો તેમણે પુનરુદ્ધાર કર્યો હતો.

રાજકોટ રાજયની હદમાં આવેલા વિસ્‍તારો (પરાબજાર થી ગઢની રાંગ થી અંદરના તમામ વિસ્‍તાર) નો વહીવટ રાજવી હસ્‍તકની સુધરાઈ કરતી હતી જયારે બ્રીટીશ કબજા હેઠળના સદર વિસ્‍તારનો વહીવટ કરવા માટે જુદી સુધરાઈ હતી આમ રાજકોટમાં બે જુદા જુદા વિસ્‍તારો માટે કામ કરનારી જુદી જુદી સુધરાઈઓ હતી (એક ગામમાં બે સુધરાઈ).

ઈ.સ. ૧૯૪૭ માં આઝાદી મળ્‍યા પછી સદરનો બ્રીટીશ વિસ્‍તાર પણ રાજકોટ રાજયને અંગ્રેજોએ પરત આપી દીધેલો અને રાજકોટ રાજય પણ સૌરાષ્ટ્રના રાજયમાં ભળી જતા રાજકોટ શહેર જે સૌરાષ્ટ્રની રાજધાનીનું શહેર બન્‍યું હતું તેમાં ઈ.સ.૧૯૪૯ માં એક જ સુધરાઈ કામ કરતી થઈ હતી. સરકાર તરફથી ઈ.સ.૧૯૪૯થી રાજકોટમાં રાજકોટ બરો મ્‍યુનીસીપાલીટીની સ્‍થાપના કરવામાં આવી હતી સ્‍વતંત્રતા પછી રાજકોટની આ પ્રથમ લોકનિયુકત સુધરાઈ હતી. આ સુધરાઈમાં ૩૫ સભ્‍યો હતા તેમાં હરીજન તથા સ્‍ત્રીઓ માટે અનામત બેઠકની જોગવાઈ પણ હતી.

સુધરાઈના ચુંટાયેલા સભ્‍યોની પ્રથમ બેઠક ૨૮ સપ્‍ટેમ્‍બર ૧૯૪૯ના દરબારગઢમાં કલેક્‍ટર જયંતિલાલ લા. જોબનપુત્રાના પ્રમુખપદે મળી હતી તેના પ્રમુખની મુદત એક વર્ષની હતી પ્રથમ પ્રમુખ તરીકે ડો. અરદેશર પેસ્‍તજી મહેતા (ડો.એ.પી. મહેતા) ચુંટાયા હતા. તેમને ૨૫ મત અને તેમના હરીફ હરીકૃષ્‍ણ શર્માને ૧૦ મત મળ્‍યા હતા ઉપપ્રમુખ પદે પોપટલાલ હરીભાઈ વસોયા ચુંટાયા હતા પ્રથમ બોર્ડમાં મહિલા સભ્‍યો હતા ડો.સવિતાબે વિભાકર, હીરાલક્ષ્મીબેન શેઠ અને નીલમબેન દોશી હતા.

ઈ.સ.૧૯૬૪-૬૫માં રાજકોટ બરો મ્‍યુનીસીપાલીટીનું રાજકોટ નગર પાલીકામાં રૂપાંતર કરાયું હતું ત્‍યારે તેની સભ્‍ય સંખ્‍યા ૪૦ રખાઈ હતી.આ બોર્ડના પ્રમુખ પદે શ્રી વિનોદભાઈ બુચની વરણી થયેલ.

ઈ.સ. ૧૯૭૩ માં ગુજરાત સરકારે રાજકોટની નગરપાલીકાનું કોર્પોરેશન એટલે કે મહાનગર પાલીકામાં રૂપાંતર કર્યું હતું ત્‍યારે રાજકોટના વોર્ડની સંખ્‍યા ૧૮ અને સભ્‍યની સંખ્‍યા પર હતી કોર્પોરેશનના પ્રથમ મેયર સરકાર નિયુક્‍ત બોર્ડના શ્રી રમેશભાઈ છાયા બનેલ પછીથી પ્રજા ધ્‍વારા ચુંટાયેલા પ્રથમ મેયર અરવિદભાઈ મણીયાર બનેલ. ઈ.સ.૨૦૦૦ માં અશોક ડાંગર કોંગ્રેસ પક્ષના પ્રથમ ચુંટાયેલા મેયર બનેલ.

સ્‍થાપના દિવસે આ પણ જાણો

ઈ.સ.૨૦૦૦ની મહાનગર પાલિકાની ચુંટણી કોંગ્રેસ પક્ષ શ્રી મનોહરસિહજી જાડેજા (દાદા)ના ફ્રીહેન્‍ડ આગેવાની નીચે લડી પ્રથમ વખત ૬૯ માંથી ૪૪ બેઠકો હાંસલ કરી મહાનગર પાલિકા ઉપર સતા હાંસલ કરેલ. આ બોર્ડના પ્રથમ મેયર પદે શ્રી અશોક ડાંગર સર્વાનુમતે વરણી પામેલ. સતાપ્રાપ્તિ બાદ અતી ટુંકા ગાળામાં પક્ષમાં આંતરીક જુથબંદી અને ખટપટ શરૂ થઈ ગયેલ. જેની વહિવટ ઉપર ગંભીર અસર પડેલ અને બાદમાં અન્‍ય પદાધિકારીઓના કહેવાતા શરમજનક કૌભાંડને કારણે કોંગ્રેસ પક્ષની પ્રતિષ્ઠાને ભારે નુકશાન થયેલ ને બાદની ચુંટણીમાં કોંગ્રેસનો પરાજય થયેલ. ત્‍યારબાદ કોંગ્રેસ કદી સતા મેળવી શકેલ નથી ને મજબુત વિરોધ પક્ષની ભૂમિકા પણ બજાવી શકાય તેવી સ્‍થિતીમાં આવેલ નથી. મહાનગરપાલીકાના પર વર્ષના ગાળામાં કોંગ્રેસે માત્ર ૫ વર્ષ શાસન કરેલ છે.(૯.૩ર)

 

 

-:: સંકલન ::-

તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો.૯૮૨૪૨ ૧૬૧૩૦

 

(4:05 PM IST)