તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
સજાના વોરંટમાંથી બે વર્ષથી નિકુંજ ભાલાળા પકડાયો
ભકિતનગર પોલીસના હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા અને કોન્સ. નીલેશભાઇ મિયાત્રાની બાતમી

રાજકોટ, તા., ૧૮ : શહેરના ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસેથી ભકિતનગર પોલીસે સજાના વોરંટમાં ફરાર શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જે.ગોહીલ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્યારે હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા તથા કોન્સ નીલેશભાઇ મિયાત્રાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં બે વર્ષથી ફરાર નિકુંજભાઇ જયંતીભાઇ ભાલાળા (રહે. પુરૂષાર્થ સોસાયટી શેરી નં. પ હરીહર સોસાયટી શેરી નં. પ હરીધવા રોડને પકડી લઇ કોર્ટ હવાલે કર્યો હતો.
(3:56 PM IST)










