<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

રેલનગરમાં ભૂગર્ભ ગટર માટેના ટાંકામાં પડી જતાં મજૂરનું મોત

મુળ જામનગરના ૩૫ વર્ષના મનિષભાઇ ડાભી દસેક ફુટ ઉંચાઇથી અંદર પડી જતાં ઇજા થઇ હતીઃ સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૮: રેલનગરમાં ભૂગર્ભ ગટરનું અન્‍ડરગ્રાઉન્‍ડ ટાંકાનું કામ ચાલુ હોઇ તેમાં દસેક ફુટની ઉંચાઇએથી અંદર પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ જામનગરનો અને હાલ રેલનગર ફાયર બ્રિગેડ પાસે રહેતો મનિષભાઇ મોહનભાઇ ડાભી (ઉ.વ.૩૫) નામનો યુવાન ૧૬/૧૧ના બપોરે ત્રણેક વાગ્‍યે રેલનનગરમાં આરએમસીનું ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોઇ ત્‍યાં અન્‍ડર ગ્રાઉન્‍ડ ટાંકા પાસે કામ કરતો હતો ત્‍યારે અકસ્‍માતે અંદર પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતો. તેનું આજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર મનિષભાઇ ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે સેન્‍ટીંગ કામની મજૂરી કરતો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:05 PM IST)