<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

માર્કેટ યાર્ડમાં મજૂર કિશોરચંદ્ર બ્રહ્મક્ષત્રિયનું હૃદય બેસી જતાં મોત

યાર્ડમાં અનાજ વિભાગમાં મજૂરી કરી ત્‍યાં જ રહેતાં હતાં

રાજકોટ તા. ૧૮: શહેરના જુના માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં પ્‍લેટફોર્મ નંબર પાંચ ઉપર એક વૃધ્‍ધ ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું પોસ્‍ટમોર્ટમમાં જાહેર થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ સંતકબીર રોડ પર ગોકુલનગરમાં અગાઉ રહેતાં અને લાંબા સમયથી માર્કેટ યાર્ડમાં મજૂરી કરી ત્‍યાં  જ રહેતાં અને એકલવાયુ જીવન જીવતાં કિશોરચંદ્ર મણીલાલ બ્રહ્મક્ષત્રીય (ઉ.વ.૭૦) યાર્ડના અનાજ વિભાગમાં  બેભાન થઇ જતાં સાથી મજૂરે હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

 

(2:42 PM IST)