<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

રાજકોટ યાર્ડમાં કપાસની ૪૧૦૦૦ મણની જંગી આવક

સોયાબીનની ૧૪૦૦૦ મણની આવકઃ વિવિધ જણસી ભરેલા ૧૦૫૦ વાહનોની કતાર

રાજકોટઃ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની ૪૧૦૦૦ મણની જંગી આવક થઇ હતી. યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૧૦૫૦થી વધુ વાહનોને પ્રવેશ અપાયો હતો. જેમાં કપાસ ઉપરાંત સોયાબીન ૧૪૦૦૦ મણ, ઘંઉ ૭૦૦૦ મણ, ચણા ૫૫૦૦ મણ, લસણ ૩૮૦૦ મણ, મગ ૬૦૦૦ મણ, સફેદ તલ ૬૫૦૦ મણ, જીરૂ ૫૭૦૦ મણ, સીંગફાળા ૬૫૦૦ મણ તથા કાળા તલની ૨૩૦૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન યાર્ડના ડીરેકટરો તથા સ્‍ટાફ દ્વારા ઉતરાઇની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. તસ્‍વીરમાં કપાસના ઢગલા અને અન્‍ય જણસીનો જથ્‍થો નજરે પડે છે.

(2:38 PM IST)