<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

મહિલા પોલીસ સ્‍ટેશનની ‘શી' ટીમ દ્વારા ભગવતીપરાની શાળામાં અવેરનેસ કેમ્‍પ

રાજકોટઃ શહેરના ભગવતીપરામાં આવેલી પ્રાથમિક શાળા નં. ૪૩ ખાતે મહિલા પોલીસ સ્‍ટેશનની શી ટીમ દ્વારા અવેરનેસ કેમ્‍પ યોજાયો હતો. જેમાં બાળકો-છાત્રા-છાત્રોને ગૂડ ટચ બેડ ટચ, મહિલા હેલ્‍પલાઇન, ૧૧૨ નંબરની ઉપયોગીતા સહિતની વિગતોથી અવગત કરાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અને પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં  આ કામગીરી શી ટીમના કોકીલાબેન સોલંકી સહિતે કરી હતી.

(2:16 PM IST)