તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
બીએજી કન્વર્જન્સે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૪૬ ટકા વધુ નફો નોંધાવ્યો

રાજકોટ તા. ૧૮ : ડિજિટલ કન્ટેન્ટ અને મીડિયા પ્રોડકશન કંપની બી.એ.જ. કન્વર્જન્સ લી. એ તેના પુરા થતા અર્ધવાર્ષિક ગાળાના પરિણામો જાહેર કરતા રૂ.૨,૨૦૩.૩૭ લાખની આવક સાથે ચોખા નફામાં ૪૬ ટકાની વૃધ્ધી નોંધાવેલ છે.
કંપનીના ચેરપર્સન અને મેનેજીંગ ડિરેકટર અનુરાધા પ્રસાદ શુકલાએ જણાવેલ કે જાહેર બજારોએ દર્શાવેલ વિશ્વાસ અને અમારી મજબુત અર્ધવાર્ષિક ગાળાની કામગીરી સાથે અમે નવીનતા, વિસ્તરણ અને મૂલ્ય સર્જનને વેગ આપવા માટે પ્રતિબધ્ધ છીએ. બી.એ.જી. કન્વર્જન્સ ટેકનોલોજી, કન્ટેન્ટમાં ઉત્કૃષ્ટતા તથા નાણાંકીય શિસ્તતા સાથે આગેકુચ કરવાનું ચાલુ રાખશે.
(2:12 PM IST)










