<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

એક યુગના રાજકોટના સહુથી લોકપ્રિય pi એ.એમ.આઈ.ખાનનું નિધન

વિધાર્થીઓ નેતાઓ હાથે નહિ, આ પોલીસ અધિકારી હસ્‍તે જ પારણા કરવાનો આગ્રહ રાખતા : અને ત્રિકોણબાગ પર SRP ગોળીબાર કરે તે પહેલા ખૂબ માન ધરાવતા આ અધિકારીએ બંદૂક છીનવી લીધેલ, વિધાર્થીઓને પણ રાજકોટને ટ્રાફિક સેન્‍સનું જ્ઞાન આપનાર આ અધિકારીએ પ્રેમથી વિખેરી નાખેલ : રાજકોટની શાળા અને કોલેજોના વિધાર્થીઓને ટ્રાફિકની તાલીમ આપવા તાલીમબદ્ધ સ્‍ટાફ જતો, આ વિધાર્થીઓ હોશે હોશે ટ્રાફિક કામગીરીના સંચાલનમાં જોડાતા

રાજકોટ તા. ૧૮: રાજકોટને ટ્રાફિક સેન્‍સ શું કહેવાય તેનું સુવ્‍યવસ્‍થિત જ્ઞાન આપવા સાથે લોકો સાથે અસભ્‍ય વર્તન કરનાર માથાભારે રિક્ષા ચાલકોને કાયદાનું જાહેરમાં ભાન કરાવી અદભુત લોકપ્રિયતા મેળવનાર નિવળત dysp એ.એમ આઈ ખાનનું નિધન થતા એક યુગનો અંત આવ્‍યો છે.       

આખા રાજકોટમાં જ્‍યારે એક માત્ર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હતા ત્‍યારે લિમિટેડ સ્‍ટાફ પાસેથી ખૂબ. સારું કામ લેતા, તેઓ ચેમ્‍બરમાં બેસી રહેવાને બદલે શહેરના વિવિધ રસ્‍તાઓ ઉપર ટ્રાફિક પોલીસ બરોબર ફરજ બજાવે છે ને તેનું બરોબર ધ્‍યાન રાખતાં,  કોઈ નંબર પ્‍લેટ વગર, ત્રણ સવારીમાં , ઓવર સ્‍પીડમાં નીકળવાની ભૂલ કરે તો બરોબર પાઠ ભણાવવામાં આવતો..

રાજકોટના ઇતિહાસમાં આજ સુધી કોઈ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરને આટલી લોકપ્રિયતા મળી નથી, જે માટે એક બે દ્રષ્ટાંત પૂરતા છે. ગુજરાતમાં નવ નિર્માણ નામનું આંદોલન થયેલ, આ આંદોલન દરમિયાન હડતાળો વિધાર્થીઓ દ્વારા કરવામાં આવતી, વિધાર્થીઓ પોલીસ અવાર નવાર સામસામે આવતા, પોલીસ પર પથ્‍થર ફેંકતા, આ એક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અપવાદ હતા જેના પર એકલા બાઇક પર નિકળે  કોઈ પથ્‍થર ન પડતો, વિધાર્થીઓ ઉપવાસ પર બેસે ત્‍યારે તેમને કોઈ નેતા પારણા કરાવવા જાય ત્‍યારે વિધાર્થીઓ પોતે પારણા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી. ખાન હસ્‍તે કરશે તેવું ચોખ્‍ખું જણાવી દેતા.     

૧૧/૧૧/૨૫ના રોજ નિધન પામ્‍યાનું અને નિવળતિ બાદ વડોદરા સ્‍થાયી થયેલ આ અધિકારના પુત્ર ફારુખ દ્વારા આ દુખદ સમાચારની જાણ કરતાં જૂની પેઢીના લોકો આઘાત પામેલ.               

એક આંદોલન સમયે રાજકોટના ત્રિકોણ બાગ પાસે વિધાર્થીઓ અને તત્‍કાલીન કડક પોલીસ અધિકારી અનિલ પંડ્‍યા જે ખૂબ નિયમનોના આગ્રહી હતા, તેઓ સામસામે આવી ગયેલ, મામલો ગરમાયો સાથે રહેલ સ્‍ટેટ રિઝર્વ પોલીસને ઈશારો થતા એક જવાને બંદૂક કાઢી, અચાનક દૂર ઉભેલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી ખાનનું ધ્‍યાન જતા એસ. આર,પી જવાનના હાથમાંથી બંદૂક છીનવી વિધાર્થીઓને મનાવતા સહુ સ્‍થળ છોડી ગયેલ, શ્રી. ખાનને રાજકોટના ટોચના લોકો થી માંડી નાનામાં નાનો માણસ માનથી જોતો, ઉપલેટા, મોરબી, જસદણ વિગેરે સ્‍થળે પણ ફરજ બજાવી હતી

(12:07 PM IST)