તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
શનિ-રવી બૂથ ઉપરની ઝુંબેશમાં ર લાખ લોકોએ મતદાર યાદી ફોર્મ ભરી દિધાઃ આજ સુધીમાં ૪ાા લાખ ફોર્મ આવી ગયા
આવેલ ફોર્મની ડેટા એન્ટ્રી પૂર્ણઃ રાજકોટ જીલ્લામાં ૧૮ ટકા કામગીરી પૂર્ણઃ રાજયમાં જીલ્લો બીજા નંબરે

રાજકોટ, તા. ૧૭: રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શનિવાર અને રવિવારના રોજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં બુથવાર ફોર્મ વિતરણ અને નાગરિકોની કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં બે દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં બે લાખ લોકોએ ફોર્મ ભરીને પરત કર્યા હતા. અત્યાર સુધીમાં ૪.૫૦ લાખ લોકોએ ફોર્મ ભર્યા છે.
SIR કામગીરી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૪.૫૦ લાખ (સાડા ચાર લાખ) લોકોએ ફોર્મ ભરી પરત આપ્યા છે.ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ અરજીઓના મેપિંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, ડેટા એન્ટ્રી પણ કરી લેવાઇ છે. દરમિયાન વધુ વિગતો આપતા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ ૧૮ ટકા જેટલી SIR કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લાઓની સરખામણીએ SIR કામગીરીમાં રાજકોટ પાંચમા ક્રમાંકે પહોંચી ગયું છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે પહોંચ્યું છે.(
(3:58 PM IST)










