<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

આર. એન. મહેતા કોલેજ રાજકોટના વિદ્યાર્થીઓ મુંદ્રા અદાણી ગ્રુપની ઔદ્યોગિક મુલાકાતે

રાજકોટ : વિદ્યાર્થીઓ કલાસરૂમની બહાર પણ સર્વાંગી શિક્ષણ મેળવે તેવા હેતુથી આર. એન. મહેતા કોલેજ રાજકોટ દ્વારા તાજેતરમાં મુંદ્રાની ઇન્‍ડસ્‍ટ્રિીયલ વિઝિટ ગોઠવવામાં આવી હતી. આ ઔદ્યોગિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ અદાણી ગ્રુપના પ્રતિષ્‍ઠિત એકમોની મુલાકાત લીધી હતી. ભારતના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ અદાણી પોર્ટસ એન્‍ડ સેઝના જુદા જુદા વિભાગોને પ્રત્‍યક્ષ નિહાળી વિદ્યાર્થીઓએ તલસ્‍પર્શી માહિતી મેળવી હતી. થર્મલ પાવર ક્ષેત્રે મોટુ યોગદાન આપતા આ એકમ એફએમસીજી, ખાદ્ય તેલ, ફુડ પ્રોડકટસ અને કન્‍ઝયુમર ગુડસ માટે ખુબ જાણીતુ છે. અદાણી સોલાર રિન્‍યુએબલ એનર્જી ક્ષેત્રમાં અગ્રણી કંપની, સોલાર ફોટોવોલ્‍ટેઇક મોડયુલરનું ઉત્‍પાદન કરીને ટકાઉ વિકાસને પ્રોત્‍સાહન આપે છે. અદાણી વિન્‍ડ પવન ઉર્જા પ્રોજેકટસ દ્વારા ભારતના ગ્રીન અનેર્જી મિશનને મજબુત બનાવે છે. વિદ્યાર્થીઓને આ મુલાકાતથી મેનેજમેન્‍ટ, ટેકનોલોજી, લોજિસ્‍ટીકસ, મેન્‍યુફેકચરીંગ તેમજ સસ્‍ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં વાસ્‍તવિક જ્ઞાન મળશે. રાજકોટના ગાંધીગ્રામ એસ.કે. ચોક ખાતે આવેલ આ આર.એન. મહેતા કોલેજ દ્વારા સતત નવા પ્રયોગો, સ્‍કીલ ડેવલપમેન્‍ટ અને ઉદ્યોગો સાથેના ઇન્‍ટરશેકશન પર ભાર મુકવામાં આવે છે. ત્‍યારે આ ઔદ્યોગિક મુલાકાતથી અપાયલ પ્રત્‍યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક સમજને વધુ સારપ બનાવશે. તેમ કોલેજ સંચાલકોની એક યાદીમાં જણાવાયુ છે.

(3:27 PM IST)