<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

કબ્જે થયેલી રિક્ષા પોલીસ સ્ટેશનમાંથી છોડાવી દેવાનું કહેતાં અમન પર મિત્રનો પથ્થરમારો

આહિર ચોક ચામુંડા હોટલ પાસે બનાવઃ ભક્તિનગર પોલીસે બાબરીયા કોલોનીના રાહીલ વિરૂધ્ધ ગુનો નોધ્યો

રાજકોટ તા. ૧૭ઃ શહેરની બાબરીયા કોલોનીમાં રહેતાં યુવાનની  રિક્ષા પોલીસ કેસને કારણે જપ્ત થઇ હોઇ તે છોડાવવા બાબતે મિત્રને તેણે વાત કરતાં તેણે ઝઘડો કરી ગાળો દઇ પથ્થરથી હુમલો કરી ઇજા પહોîચાડી હતી.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે બાબરીયા કોલોનીમાં રહેતાં રિક્ષાચાલક  અમન સિકંદરભાઈ કુરેશી (ઉં.વ. ૨૨)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર રાહીલ વિરૂધ્ધ ગુનો નોîધ્યો છે. અમને જણાવ્યું છે કે રવિવારે બપોરે બારેક વાગ્યે હું આહીર ચોક પાસે આવેલી ચામુંડા હોટલ ખાતે  હતો ત્યારે  મને મિત્ર રાહીલે  ફોન કરીને ચા પીવા બોલાવ્યો હતો. હું ત્યાં ગયો હતો અને મેî તેને ગત  તા. ૧૨/૧૧/૨૦૨૫ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે વાત કરી હતી. આ કેસમાં મારી રિક્ષા કબ્જે લેવામાં આવી હતી અને તે સમયે રાહીલ પણ રિક્ષામાં હાજર હતો. આથી મેîે રાહીલને આ રિક્ષા છોડાવવામાં મદદ કરવા માટે જણાવતા રાહીલ ઉશ્કેરાયો હતો.
રિક્ષા  છોડાવવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને રાહીલે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ઍ દરમિયાન રાહીલે ત્યાં નીચે પડેલો ઍક પથ્થર ઉઠાવી  ઘા કર્યો હતો. આ પથ્થર મને માથાની ડાબી બાજુ, કાનથી ઉપરના ભાગે વાગી ગયો હતો. હુમલા બાદ ૧૦૮ ઇમરજન્સી ઍમ્બ્યુલન્સને ફોન કરી હું સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયો હતો. સારવાર લઇ પોલીસ સ્ટેશને પહોîચી ફરિયાદ કરી હતી. હેડકોન્સ. ઍન. ઍમ. નિમાવતે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. 

 

(2:19 PM IST)