News of Monday, 17th November 2025
બિહારનો ઐતિહાસિક જનાદેશ નરેન્દ્રભાઈ મોદી પર પ્રજાનો પ્રચંડ વિશ્વાસ દર્શાવે છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના અભૂતપૂર્વ વિજયને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિબ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ઐતિહાસિક જનાદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે સમગ્ર રાષ્ટ્ર અને પ્રજા વડાપ્રધાનશ્રીની સાથે છે.
રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'રાષ્ટ્ર સર્વોપરી'ના મંત્રદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીના પ્રચંડ પુરૂષાર્થ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની દુરંદેશીભરી વ્યૂહરચનાએ બિહારમાં જીતનો રેકોર્ડ સ્થાપ્યો છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે વિશ્વ વૈશ્વિક અશાંતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દેશની એકતા-અખંડિતતાને મજબૂતી આપી લોકતાંત્રિક મૂલ્યોનું સન્માન વધાર્યું છે.
તેમણે આ વિજયને વિચારધારાની જીત ગણાવતા કહ્યું કે, બિહારમાં જ્ઞાતિવાદી અને ભાગલાવાદી મહાગઠબંધન પર મોદીજીના રાષ્ટ્રવાદી વિકાસમંત્રનો આ વિરાટ વિજય છે.
રાજુભાઈ ધ્રુવે ખાસ ઉલ્લેખ કર્યો કે, બિહારની માતાઓ-બહેનોએ સ્વયંભૂ મતદાન કરીને કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનવાળી સરકાર પર ભરોસો મૂક્યો છે. તે જ રીતે, પછાત અને અતિ પછાત વર્ગોએ પણ 'સૌનો સાથ, સૌનો વિકાસ' મંત્રને સ્વીકારી એનડીએને ભવ્ય વિજય અપાવ્યો છે.
વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ચારા કૌભાંડના આરોપીઓ અને કોંગ્રેસના વારંવાર લોન્ચ થઈને નિષ્ફળ ગયેલા નેતાઓને બિહારની પ્રજાએ સંપૂર્ણપણે નકારી દીધા છે. અંતમાં, રાજુભાઈ ધ્રુવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસની આ વણથંભી યાત્રા હવે પヘમિ બંગાળ સહિત સમગ્ર પૂર્વ ભારત પર ભાજપનો ભગવો લહેરાવશે.
(3:01 PM IST)










