<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

રાજકોટમાં ઠંડીના ચમકારા : ૧૪ ડિગ્રી

ફૂંકાતા ઠંડા પવનના લીધે ઠંડીની વધુ અસર થવા લાગી : હજુ ઠંડી વધશે

 

 

રાજકોટ : ઠંડીમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. લઘુત્તમ તાપમા નમાં આંશિક ઘટાડો થઇ રહ્યો છે. હવામાન શાષાીઓ જણાવે છે, કે પહાડી પ્રદેશોમાં થઇ રહેલ બરફવર્ષાના પગલે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો થશે.રાજકોટની વાત કરીએ તો શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી છે. ઠંડા પવન ફૂંકાઇ રહ્યા હોય ઠંડીની અસર વધુ થઇ  રહી છે. આમ, તો છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અને મોડી રાત્રીના ઠંડીના ચમકારા અનુભવાઇ રહ્યા છે. પણ ગઇ સાંજથી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. રાત્રીના પણ ઠંડી વધુ વર્તાતી હતી. તો આજે સવારે પણ લોકો ગરમ વષાોમાં જોવા મળતા હતા.દરમિયાન ગત સપ્તાહમાં લઘુત્તમ તાપમાન ૧પ ડીગ્રીની આસપાસ જોવા મળતું હતું. આ સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે આજે સોમવારે પારો ૧૪ ડિગ્રી છે. આ સપ્તાહમાં તાપમાન ૧૪ ડિગ્રીથી નીચું રહે તેવી પૂરી સંભાવના છે.સામાન્‍યતઃ શિયાળામાં દર વર્ષે નવેમ્‍બરના અંતિમ દિવસોમાં અને ડિસેમ્‍બર મહિનામાં કડકડતી ઠંડી જોવા મળતી હોય છે. ડિસેમ્‍બરના એન્‍ડમાં અને નવા વર્ષના શરૂઆતના દિવસોમાં તાપમાન સીંગલ ડીજીટમાં નોંધાતું હોય છે. (૩૬.૪)

 

(2:29 PM IST)