તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
રાજકોટ એસઓજીની રીમાન્ડ દરમિયાન મુરગા ગેંગ પાસેથી હથિયારો, કાર કબ્જે
ત્રણ પિસ્તોલ, બે કાર જપ્ત: સમીર ઉર્ફે મુર્ગો પઠાણ સહિત ત્રણની કબૂલાત પરથી કાર્યવાહી

રાજકોટઃ શહેર એસઓજીને મોટી સફળતા મળી છે. રીમાન્ડ પર રહેલી કુખ્યાત 'મુરગા ગેંગ'ની સઘન પૂછપરછ અને કાર્યવાહી દરમિયાન તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, પોલીસે ગેંગના કબજામાંથી કુલ 3 પિસ્તોલ કબજે કરી છે. આ ઉપરાંત, ગેંગ દ્વારા અપરાધિક પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી મહિન્દ્રા થાર (Thar) અને રોક્સ (Rox) મોડલની કાર સહિત અન્ય વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.પોલીસે ગેરકાયદેસર હથિયારો અને કબજે કરેલા વાહનો અંગે વધુ તપાસ શરૂ કરીને ગેંગના અન્ય સભ્યોને પકડવાની દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમ વધુ તપાસ હાથ ધરી છે.
(9:38 PM IST)










