તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ગેંગવોરમાં જંગલેશ્વરનો આબીદ પકડાયોઃ ધરપકડનો આંક ૨૧ થયો
ગેંગના સામસામા ફાયરીંગ બાદ આબીદે ફુટેલા કાર્ટીસ વીણી લઇ પુરાવાનો નાશ કર્યો હતોઃ મુરગો સહિત ૩ નવ દિવસના રિમાન્ડ પર

રાજકોટ તા. ૧૪: મંગળા રોડ પર થયેલી ગેંગવોરમાં પરીયો અને મુરગો ગેંગના કુલ ૨૦ શખ્સો પકડાયા બાદ વધુ એક ૨૧મો આરોપી પકડયો છે. ફાયરીંગ બાદ ફુટેલા કાર્ટીસ વીણી સગેવગે કરી પુરાવાનો નાશ કરનારા શખ્સ આબીદ ગોધવીયાને જંગલેશ્વર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચે પકડયો છે.
ગેંગવોર બાદ પોલીસે કાર્યવાહી કરી પેંડ ાગેંગના ૧૫ને ઉપાડી લઇ આ પંદર સહિત કુલ ૧૭ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. બાદમાં મુરગા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફ મુરર્ગો સહિત ત્રણને પકડી લેવાયા હતાં. હવે ક્રાઇમ બ્રાંચે ફાયરીંગ થયા બાદ ફુટેલા કાર્ટીસ વીણી લેનારા આબીદ હનીફભાઇ ગોધવીયાને પકડયો છે. આ સાથે ધરપકડનો આંક ૨૧ થયો છે. આબીદને વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાંચે એસઓજીને સોંપતા પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમ તપાસ કરે છે. ઉલ્લેખનીય છે કે પેંડા ગેંગના ૧૧ શખ્સોના આઠ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. જ્યારે સમીર ઉર્ફ મુરગો યાસીન પઠાણ, સોહિલ ઉર્ફ ભાણો સિકંદર ચાનીયા અને શાહનવાઝ ઉર્ફ નવાઝ મુસ્તાકભાઇ વેતરણના નવ દિવસના રિમાન્ડ મળ્યા છે.
(4:09 PM IST)










