<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

રર૦ કે.વી.વીજ થાંભલા પર ચડેલો યુવાન વીજ લાઇનને અડી જતા ભડથુ થઇ ગયો

રાજકોટ, તા. ૧૪ : બેડી વાછકપર ગામ પાસે આવેલી વાડીમાં જેટકો વીજ પોલ ર૦૦ કે.વી.ના થાંભલા પર અજાણ્‍યો યુવાન ચડી જતા વીજકરંટ લાગતા ભડથુ થઇ ગયો હતો.

બેડી વાછક પર ગામમાં રહેતા રાજેશભાઇ વિરજીભાઇ પીપળીયાની ગામ પાસે આવેલી વાડીમાં જેટકો વીજપોલના રર૦ કે.વી.ના વીજથાંભલા ઉપર એક અજાણ્‍યા યુવાનની બળીને ભડથુ થઇ ગયેલી લાશ વીજ થાંભલા પર ફસાયેલી જોઇ વાડીમાં કામ કરતા મજુરો એકઠા થઇ ગયા કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી વીજ કરંટ બંધ કરી ફાયર સ્‍ટાફે થાંભલા પર ચડી દોરડાની મદદથી આશરે ૪૦ વર્ષ અજાણ્‍યા યુવાનને નીચે ઉતારી પોલીસને જાણ કરી હતી. જાણ થતા કુવાડવા રોડ પોલીસના પીએસઆઇ આર.કે. સામુદ્રે તથા સમીરભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનના ખીસ્‍સામાંથી પાકીટ મળી આવ્‍યુ હતું. પાકિટમાંથી આધારકાર્ડ મળી આવ્‍યું હતું. તેમાં વિશાલ મુકેશ શર્મા (રહે. પ્‍લોટ નં. ૩૬ એપ્‍લાન્‍ટીસ ગિયર શાપર-વેરાવળ) લખ્‍યુ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન ફોન નંબર -૬૩પ૯૬ર૭૪ર૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું

(3:54 PM IST)