<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો આજે જન્‍મદિનઃ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલિ

રાજકોટઃ આજે તા.૧૪/ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત  જવાહરલાલ નહેરૂની ૧૩૬-મી જન્‍મજયંતિ પ્રસંગે તેઓની  મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલ પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી મસ્‍તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. પંડિત  જવાહરલાલ નહેરૂના જન્‍મ દિવસને ‘‘બાળ દિવસ'' તરીકે પણ ઉજવવામાં આવે છે તેમજ નહેરૂજી ‘‘ચાચા નહેરૂ'' તરીકેના હુલામણા નામથી પણ ઓળખાય છે.   આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, મંજુબેન કુગસીયા, દુર્ગાબા જાડેજા, કંચનબેન સિધ્‍ધપુરા, વિનુભાઈ સોરઠીયા, વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, અગ્રણી ઘનશ્‍યામભાઈ કુગસીયા, કાનાભાઈ ઉઘરેજા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, અન્‍ય હોદેદારો ઉપસ્‍થિત રહેલ.

(3:02 PM IST)