<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ભરણપોષણના કેસમાં સજાના વોરંટથી બજવણીથી નાસતા ફરતા પતિને પકડી કોર્ટમાં રજુ કરાતા ૧૭૮ દિવસની સજા

પત્‍નિ દ્વારા થયેલા કેસોમાં સજાના વોરંટમાં ૧૦૮ દિવસ અને મિલ્‍કત જપ્‍તિ વોરંટમાં ૭૦ દિવસની સજા

રાજકોટ, તા.૧૪: ભરણપોષણ અને મંજુર થયેલ સજાની પરણીતાના કેસોમાં છેલ્લા ત્રણ વર્ષથી સજાના વોરંટમા ભાગતા ફરતા પતિ કરણ પ્રફુલભાઈ કાનપરાને એક સાથે બંને કેસોમાં ફૅમીલી કોર્ટે ૧૭૮ દિવસની જેલ સજાનો હુકમ ફરમાવી કરણ કાનપરાને જેલ હવાલે કરવામાં બંને ફેમીલી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્‍યો હતો.

રાજકોટમાં રહેતા હેતલબેન વા/ઓ. કરણભાઈ કાનતપરાએ તેના પતિ કરણ પ્રફુલભાઈ કાનપરા, રહે.‘મા' વૈલદીપ સોસાયટી, પટેલ નગર મેઈન રોડ, મવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ રહેતા તેમના પતિ સામે માનસીક શારીરીક ત્રાસ આપી અને સગીર પુત્રી યશ્‍વી કરનભાઈ કાનપરા સાથે કાઢી મુકતા હેતલબેન સગીર પુત્રી સાથે તેના પિતાના પરે રહેતા હતા અને તેઓએ ભરણપોષણ મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરેલી જેમા ઈન્‍ટ્રીમ વચગાળાનો હુકમ થવેલ અને જેમાં રૂા.૯૦,૦૦૦/ ચડત થયેલ પરંતુ આ કરણ કાનપરાએ કોઈ રકમ જમા ન કરાવી અને ભાગી ગયેલો હતો. ભરણપોષણની નોટીસો બજી ગયેલી તેમ છતા કોર્ટના આદેશનુ પાલન કરેલું નહીં અને જેથી કોર્ટ આ કરણ સામે ૧૦૮ દિવસનુ સજાનુ ફરતુ વોરંટ ઈસ્‍યુ કરેલું અને તે વોરંટની બજવણી પણ આ કરણ પ્રફુલભાઈ કાનપરા ટાળતો હતો અને ભાગતો ફરતો હતો. આ સમય દરમિયાન રાજકોટની અન્‍ય ફેમીલી કોર્ટ નં.૬ એ પણ રૂા. ૩૫,૦૦૦/નું વોટ ઈસ્‍યુ કરેલું તેમા પણ કોઈ વસુલાત ન મળતા તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ અમલદારોએ આ કરણ કાનપરાને બંને વોટમાં પકડી અને નામદાર કોર્ટમાં રજુ કરેલો અને સજાના વોરંટમાં ૧૦૮ દિવસની સજા અને મિલકત જપ્તીના વોરંટમાં ૭૦ દિવસની સજા કાયમ રાખી સામાવાળા કરણને ૧૭૮ દિવસના અલગ અલગ સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે અને જેલ હવાલે કરી દીધેલ છે.

 આ કામના મુળ અરજદાર હેતલબેન કરણભાઈ કાનપુરાએ તેના પતિ કરણ પ્રફુલભાઈ કાનપરા, સસરા પ્રફુલભાઈ જેરામભાઈ કાનપરા અને સાસુ ગીતાબેન પ્રફુલભાઈ કાનપરાની સામે રાજકોટની ફોજદારી કોર્ટમાં ઘરેલું હીંસાનો કેસ દાખલ કરેલ જેમા કોર્ટે રૂ.૮૦૦૦/ ભરણપોષણ મંજુર કરેલ છે અને રૂા.૭૦૦૦/ ભાડાના મંજુર કરેલ છે તથા પતિ, સાસુ અને સસરાએ અરજદાર હેતલબેનને માનસીક ખાસ આપેલ છે તેવું સાબીત માનીને કોર્ટે રૂ.૫૦,૦૦૦/ માનસીક, શારીરીક ત્રાસના વળતર પેટે મંજુર કરેલ છે. તેમજ ફરીયાદી હેતલબેનનુસ્ત્રીધન, કરીયાવર પરત સોંપી આપવાનો હુકમ પણ ફરમાવેલ છે પરંતુ આ હુકમનું પાલન પણ પતિ, સાસુ અને સસરાએ કરેલ નથી તેથી તેઓની સામે પણ આનુસાંગિક કાર્યવાહી થયેલ છે. આમ પત્‍ની અને પુત્રીને ભરણપોષણ ન ચુકવનાર પતિને રાજકોટની ફેમીલો કોર્ટ નં.૪ અને કેમીલી કોર્ટ નં.૬ એ પતિ કરણ પ્રફુલભાઈ કાનપરાને જેલ હવાલે કરેલ છે.

આ કામના ભાગતા ફરતા કરણ કાનપરાને પકડવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ જહેમત ઉઠાવી છટકુ ગોઠવી અરજદારને સાથે રાખી ઘરના બારૂમમાંથી સામાવાળા કરણ કાનપરાને પકડી લીધેલ  હતો અને કોર્ટમાં રજુ કરતા તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ ગામમાં હેતલબેન કરણભાઈ કાનપરા અરજદાર વતી અને તેમની સગીર પુત્રી યસ્‍વી વતી રાજકોટના ધારાશાષાી મહેશભાઈ ત્રિવેદો, કિરીટભાઈ સાયમન, કિશનભાઈ જોષી, ધનશ્‍યામભાઈ અકબરી, હર્ષભાઈ ત્રિવેદી, પાર્થ એચ. વાઘેલા, મયંકભાઈ હર્ષ તથા મૌલિક સિંહ ડોડિયા એડવોકેટ તરીકે રોકાવેલા હતા.

કરણ પ્રફુલ કાનપરા

સામાવાળા - પતિ

 

 

(3:54 PM IST)