તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
કાલે બિરસા મુંડાજીની ૧પ૦ મી જયંતિ : રાજકોટમાં ગૌરવ રથયાત્રા
જય જોહાર... જય આદિવાસી... : બિરસા મુંડાજીની પ્રતિમાએ કળશ પૂજન, પુષ્પાંજલી અર્પણ, બાદ જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ થઇ અકિલા સર્કલ, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, યાજ્ઞીક રોડ, કિસાન પરા થઇ બિરસા મુંડાની પ્રતિમાએ પરત ફરશે : મહાપ્રસાદ અને સ્નેહમિલનનું પણ આયોજન : દર્શન ભીલ : શ્રી ભીલ પંચ રાજકોટ અને જનજાતીય કલ્યાણ આશ્રમ દ્વારા સંયુકત આયોજન

રાજકોટઃ જય જોહાર જય આદીવાસી...રાજકોટમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ' અને ભવ્ય જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન આવતીકાલે તા. ૧૫ ના શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં પુષ્પાંજલી, કળશ પૂજન, ગૌરવ રથ યાત્રાનું આયોજન થયું છે.
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી અને આદિવાસી જનજાતિ સમાજના ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતીના પાવન અવસરે, રાજકોટમાં જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ ના ભાગરૂપે એક ભવ્ય જનજાતીય ગૌરવ રથ યાત્રાનું કાર્યક્રમની વિગતો જોઇએ તો આવકાતીકાલે તા.૧પ ના શનિવારે રાજકોટ ભગવાન બિરસા મુંડા પ્રતિમા (રેસકોર્સ અંદર) ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ
સાંજે ૪ કલાકે થશે. ત્યાર બાદ તેમની પવિત્ર સમાધિની માટીને પણ વિશેષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
કળશ યાત્રા સાથે ભવ્ય જનજાતીય ગૌરવ રથ યાત્રાનો સાંજે ૫.૩૦ કલાકે ભગવાન બિરસા મુંડા પ્રતિમાએથી પ્રારંભ થશે. જે અકિલા સર્કલ, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, ભીલવાસ ચોક, યાજ્ઞિક રોડ થઇ અકિલા અકિલા સર્કલ જિલ્લા પંચાયત ચોક (ફરી પાછા) કિસાનપરા ચોક, બાલ ભવન ચોક થઇ ભગવાન બિરસા મુંડા પ્રતિમા એ સમાપન થશે. આ યાત્રામાં અંદાજે ૧પ૦૦ થી વધુ ભીલ સમાજના ભાઇ-બહેનો જોડાશે.
યાત્રા પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતો માટે પ્રસાદી રૂપી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવેલ છે.
શ્રી ભીલ પંચ રાજકોટ અને જનજાતિય કલ્યાણ આશ્રમ દ્વારા સંયુક્ત રીતે આયોજીત આ કાર્યક્રમમાં રાજકોટમાં વસતા તમામ આદિવાસી જનજાતીય સમાજના લોકોને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં સવિશેષ સંખ્યામાં ઉ૫સ્થિત રહી, ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને આ રથ યાત્રાને સફળ બનાવવા માટે સર્વ હિન્દુ સમાજ જોડાયા હોવાનું જણાવાયું છે.
આયોજક કમિટીમાં દર્શનભાઈ ભીલ (મો.૯૮ર૪૮ ૮૭૭૭૭) રમેશભાઈ કોલી, મનોજભાઈ દુબલ, જીતેન્દ્રભાઈ વાઘેલા, અમિતભાઈ ચૌહાણ, સંજયભાઈ રાઠોડ, કેવલભાઈ ચૌહાણ, પ્રેમ ભાઈ સારેડા, ઉત્તમભાઈ રાઠોડ, ભાવનાબેન લીડીયા, વિજયભાઈ રાઠોડ, કળણાલભાઈ કડવાતર, નિશિતભાઈ પરમાર, માધવભાઈ વાઘેલા, કેવલભાઈ ચૌહાણ, ધવલભાઇ રાઠોડ, કલ્પેશભાઈ રાઠોડ, ઋત્વિકભાઈ રાઠોડ, આયુષભાઈ વાઘેલા, દેવભાઈ મૂલીયાણા, અમિતભાઈ રાઠોડ વિ. જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
જનજાતીય ગૌરવ રથયાત્રામાં
ભીલ જ્ઞાતિના ૧પ૦૦ થી વધુ ભાઇ-બહેનો જોડાશે : સ્નેહમિલન કાર્યક્રમ
રાજકોટ : આદિવાસી જનજાતિ સમાજના ગૌરવ સમા ભગવાન બિરસા મુંડાજીની આવતીકાલે ૧પ નવેમ્બરે ૧પ૦ મી જન્મજયંતી છે. આ નિમિતે રાજકોટમાં બિરસા મુંડાજીની પ્રતિમાએ કળશ પૂજન બાદ પુષ્પાંજલી અર્પણ કરી ભવ્ય જનજાતીય ગૌરવ રથયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નિકળનાર છે. આ યાત્રામાં ભીલ સમાજના ૧પ૦૦ થી વધુ ભાઇ-બહેનો જોડાશે. યાત્રાના સમાપન બાદ સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજાયેલ છે.
(2:56 PM IST)










