તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ઘનશ્યામનગરમાં જાનવીબેનનો આપઘાત કરવાનો પ્રયાસઃ પાડોશીના ત્રાસનો આક્ષેપ
મકાન વેંચવા કાઢયું હોઇ પાડોશી વેંચવા દેતો નથી અને મફતના ભાવમાં માંગી ખોટી ફરિયાદો કરતો હોવાનું મહિલાનું કથન

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ પર નંદા હોલ નજીક ઘનશ્યામનગર-૭માં રહેતાં જાનવીબેન જીજ્ઞેશભાઇ વાવડીયા (ઉ.વ.૪૫) નામના વિધવા મહિલાએ કપડા ધોવાનું લિક્વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાનવીબેને જણાવ્યું હતું કે તેણીના પતિ હયાત નથી. પોતે રસોડાના કામ કરી ગુજરાન ચલાવે છે. હાલમાં પોતાનું મકાન છે તે આઠ લાખમાં વેંચવા કાઢયું છે પરંતુ પાડોશી શખ્સ આ મકાન વેંચવા દેતો નથી અને મફતના ભાવમાં માંગે છે.
તેમજ ખોટી રીતે હેરાન કરી ખોટી ખોટી પોલીસમાં અરજીઓ ફરિયાદ કરી હેરાન કરતો હોઇ કંટાળી જતાં પોતે કપડા ધોવાનું લિક્વીડ પી ગયા હતાં.
હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે જાણ કરતાં ભક્તિનગર પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(2:10 PM IST)










