<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

નવાગામમાં બે દિકરીને લટકાવી મારી નાંખી માતાનો આપઘાત : જુઓ વિડિયો

સંતાનમાં દિકરો નહોતો એટલે મુંજવણમાં રહેતી પરિણીતાનું હૈયા હચમચાવી નાખતું પગલું : સોલંકી-કોળી પરિવારમાં ગામમાં કલ્‍પાંત : ૨૮ વર્ષિય અસ્‍મીતાબેન સોલંકીએ ૮ વર્ષની દિકરી પ્રિયાંશી અને ૫ વર્ષની દિકરી હર્ષિતાને છતના હુકમાં અલગ અલગ દોરીથી લટકાવી મોતને ઘાટ ઉતારી પોતે સાડી બાંધી ફાંસો ખાઇ મોત મેળવ્‍યુઃ અસ્‍મીતાબેનના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતાં: માવતર સરધારના ગઢડીયામાં રહે છેઃ મૃતદેહોના ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ : સસરા મિત્રના કારખાનાના ઉદ્દઘાટનમાં બહારગામ ગયા હતાં, પતિ છકડાના ફેરા કરવા ગયો હોઇ ઘરે કોઇ નહોતું: પતિ આવ્‍યો ત્‍યારે દરવાજો બંધ હતો, પડોશીઓને બોલાવી તોડીને જોતાં દિકરીઓ, પત્‍નિ લટકતા મળ્‍યા

હર્યો ભર્યો પરિવારનો માળો વિખેરાઇ ગયો: નવાગામની શક્‍તિ સોસાયટીમાં બે માસુમ દિકરીઓને છતના હુકમાં લટકાવી બાદમાં માતા અસ્‍મીતાબેન સોલંકીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનાથી અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ ઘટનાને પગલે પરિવારનો હર્યોભર્યો માળો વિખેરાઇ ગયો છે. તસ્‍વીરમાં ઘટના સ્‍થળ, શોકમય સ્‍વજનો, રહેવાસીઓ, તપાસાર્થે પહોંચેલા ડીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા અને સ્‍ટાફ, અસ્‍મીતાબેન જયેશભાઇ સોલંકીનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, દિકરી પ્રિયાંશીનો મૃતદેહ અને તેનો ફાઇલ ફોટો તથા હર્ષિતાનો નિષ્‍પ્રાણ દેહ તથા તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)   (૧૪.૬)

રાજકોટ તા. ૧૪: શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં હૈયા હચમચાવી નાંખતી ઘટના બની છે. જેમાં સંતાનમાં બે દિકરી હોઇ અને દિકરો ન હોઇ તેના કારણે મુંજવણમાં રહેતી પરિણીતાએ પોતાની ૮ અને પ વર્ષની બે માસુમ પુત્રીને અલગ અલગ પ્‍લાસ્‍ટીકની દોરીથી છતના હુકમાં લટકાવી દઇ મોતને ઘાટ ઉતારી બાદમાં પોતે છતના હુકમાં સાડી બાંધી લટકી ગઇ હતી અને આપઘાત કરી લીધો હતો. પતિ છકડાના ફેરા કરીને રાતે ઘરે પહોંચ્‍યો ત્‍યારે દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં આસપાસના લોકોને બોલાવી દરવાજો તોડીને જોતાં જે દ્રશ્‍યો સામે હતાં તેનાથી પતિ ખળભળી ગયો હતો. માસુમ દિકરીઓ અને પત્‍નિ છતમાં લટકતા દેખાતાં કલ્‍પાંત કરી મુક્‍યો હતો. બી-ડિવીઝન પોલીસે ત્રણેય મૃતદેહના ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવડાવી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ નવાગામમાં શક્‍તિ સોસાયટી શેરી નં. ૬માં રહેતી અસ્‍મીતાબેન જયેશભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ રાતે તેની બે દિકરીઓ પ્રિયાંશી જયેશભાઇ સોલંકી (ઉ.વ.૮) અને હર્ષિતા જયેશભાઇ સોલંકી (ઉ.વ.૫)ને ગળાફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી ભાવેશભાઇ વાઢેર અને પાઇલોટ જગદીશભાઇ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. ૧૦૮ના તબિબે તપાસ કરતાં ત્રણેયના મૃત્‍યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ શ્‍યોરા, પીએસઆઇ ચોૈહાણ, હીરાભાઇ રબારી સહિતનો કાફલો પહોંચ્‍યો હતો અને તપાસ શરૂ કરી હતી.  ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાએ પણ પહોંચી વિગતો મેળવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું કે અસ્‍મીતાબેન સોલંકીએ પહેલા પોતાની બે દિકરીઓ પ્રિયાંશી અને હર્ષિતાને પ્‍લાસ્‍ટીકની દોરીથી છતના હુકમાં અલગ અલગ લટકાવી દઇ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે સાડી વડે છતના હુકમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી હતી. પોલીસે પંચનામુ કરી મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયા હતાં. ત્રણેય મૃતદેહનું આજે સવારે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ થઇ હતી.

દિકરીઓની હત્‍યા કરી આપઘાત કરી લેનારા અસ્‍મીતાબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર સરધાર નજીક ગઢડીયા ગામે રહે છે. પિતાનું નામ ધીરૂભાઇ બાવળીયા છે. અસ્‍મીતાબેનના પતિ જયેશભાઇ વિનોદભાઇ બાવળીયા છકડો રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવે છે. તેણીના સાસુ હયાત નથી, સસરા વિનોદભાઇ સોલંકી મિત્રના કારખાનાનું ઉદ્દઘાટન હોઇ બહારગામ ગયા હતાં. રાતે પતિ ઘરે આવ્‍યા ત્‍યારે દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં અડોશી પડોશીને બોલાવી દરવાજો તોડીને જોતાં દિકરીઓ અને પત્‍નિ લટકતા મળ્‍યા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ઘરમાંથી કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. ઘરમાં કોઇ કંકાસ કલેશ હતો કે કેમ? તે હાલ જાણવા મળ્‍યું નથી. પતિ જયેશભાઇ સોલંકીની પૃછા કરતાં તેણે કહ્યું હતું કે સંતાનમાં બે દિકરીઓ હોઇ અને દિકરો ન હોઇ તે કારણે પત્‍નિ અસ્‍મીતા મુંજવણમાં રહેતી અને આ વાતે દુઃખી રહેતી હતી. કદાચ આ કારણે તેણીએ પગલુ ભર્યુ હોઇ શકે છે. આ બનાવમાં પોલીસ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ બાદ દિકરીઓની હત્‍યા કરી આપઘાત કરવાનો ગુનો દાખલ કરશે. પીઆઇ એસ. અસ. રાણેની રાહબરીમાં તપાસ થઇ રહી છે. પોલીસ આપઘાત કરનારના માવતર પક્ષના પણ નિવેદનો નોંધી આગળ તપાસ કરશે.

એસીપી આર. એસ. બારીયા અને પીઆઇ એસ. એસ. રાણેએ જણાવ્‍યું હતું કે હાલના તબક્કે મૃતકના પતિ, સાસરિયા પક્ષની પ્રાથમિક પુછતાછમાં એવુ કારણ સામે આવ્‍યું છે કે અસ્‍મીતાબેનને સંતાનમાં દિકરો ન હોઇ તેના કારણે આ પગલુ ભર્યુ હતું. જો કે આગળ તપાસમાં કોઇ નવી વિગતો સામે આવશે તો તે મુજબ કાર્યવાહી થશે.

દિકરીઓની હત્‍યા અને માતાની આત્‍મહત્‍યાની આ ઘટનાને પગલે સોલંકી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે અને નવાગામમાં પણગમગીની વ્‍યાપી ગઇ છે. (૧૪.૫)

સરપંચ વિજયભાઇ રાતભર સોલંકી પરિવારની સાથે રહ્યા

ઞ્જકરૂણ અને હચમચાવી નાખતી ઘટના નવાગામમાં બની જતાં સરપંચ વિજયભાઇ સહિતના રાતભર સોલંકી પરિવારની સાથે રહ્યા હતાં અને સાંત્‍વના પાઠવી હતી. તેમજ પોલીસ તપાસમાં પણ સહકાર આપ્‍યો હતો. વિજયભાઇએ કહ્યું હતું કે આ ઘટનાથી ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. ઘરમાં કોઇ કજીયા કંકાસ નહોતાં.

૮ વર્ષની પ્રિયાંશી બીજુ અને ૫ વર્ષની હર્ષિતા બાલમંદિરમાં ભણતી હતી

બહાર રમતી હતી બાદમાં માતા અંદર લઇ ગઇ પછી ઘટના બનીઃ સ્‍યુસાઇડ નોટ મળી નથી

ઞ્જમાતાએ જેને લટકાવીને મોતને ઘાટ ઉતારી દીધી તે માસુમ પ્રિયાંશી (ઉ.વ.૮) બીજા ધોરણમાં ભણતી હતી, જ્‍યારે નાની બહેન હર્ષિતા (ઉ.વ.૫) બાલમંદિરમાં ભણતી હતી. બંને બહેનો રાતે ઘર બહાર રમતી હતી તેણીને માતા અંદર લઇ ગયા બાદ આ ઘટના બની હોવાનું પડોશીઓએ કહ્યું હતું.  ઘરમાંથી કોઇ સ્‍યુસાઇડ નોટ મળી આવી નથી. આમ છતાં આજે ફરીથી રૂમમાં સર્ચ કરવામાં આવશે તેમ પીઆઇ એસ. એસ. રાણેએ કહ્યું હતું. (૧૪.૫)

(3:01 PM IST)