તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
મોડીરાત્રે રાજકોટના નવાગામમાં શક્તિ સોસાયટીમાં બે માસુમ પુત્રીઓને ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ માતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
સામુહિક આપઘાતથી અરેરાટી : પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : આપઘાતના કારણ અંગે તપાસનો ધમધમાટ

રાજકોટ : મોડીરાત્રે રાજકોટમાં નવાગામમાં સામુહિક આપઘાતના બનાવે સનસનાટી મચાવી છે,
મળતી વિગત મુજબ નવાગામની શક્તિ સોસાયટી શેરી નંબર ૬માં રહેતા અસ્મિતાબેન જયેશ ભાઈ સોલંકીએ પોતાની બે માસુમ પુત્રીને ગળાફાંસો આપી હત્યા કર્યા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે
(12:16 AM IST)










