તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
વખતો વખત થતાં આતંકી હુમલા રોકવામાં શાસકો નિષ્ફળ
દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતી શહેર કોંગ્રેસ સમિતિ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિહજી જાડેજાની યાદી મુજબ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થતા સરકારની અને આઈબીની પોલ ખુલી ગઈ છે. આતંકી હુમલાઓને રોકવામાં સરકાર સરિયામ નિષ્ફળ પુરવાર થઈ છે. આતંકી હુમલામાં બે કાર આવી હતી તેમાંથી હજુ એક જ કાર સરકારે જપ્ત કરી છે હજુ એક કાર મળેલ ન હોવાથી ફરીથી આતંકી હુમલો થવાની દહેશત સેવાઈ રહી છે.
આતંકીઓ દ્વારા લાલ કિલ્લા પર હુમલો કરવાની યોજના હતી રેકી પણ થઈ હતી અને તેમ છતાં સરકાર ઊંઘમાં રહેતા હુમલો થયો અને ૧૩ નિર્દોષના મોત થયા તે તમામ મૃતકોને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ શ્રદ્ધાંજાલિ પાઠવે છે અને હુમલામાં ઘાયલ ૨૪ વ્યક્તિઓ જલ્દીથી સાજા થાય એ માટે પ્રાર્થના કરે છે.
દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
(4:13 PM IST)










